Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં બનાવો આ સ્પાઈસી રેડ આલુ વડા, ગરમ મસાલાથી ભરપુર બનાવવામાં પણ સરળ

Social Share

સાહિન મુલતાનીઃ-

 

ચોમાસું ાવતા જ ગરમા ગદરમ ભજીયા ખાવાની પણ સિઝન આવી જાય છે આજે બટાકા વડાથી થોડી હટકે રેસિપી જોઈશું જેમાં બીટનો પ મઉપયોગ કરવામાં આવશે આ વડા સ્પાઈસી અને ટેસ્ટી હોવાથી ખાવામાં ખૂબ મજા આવશે

બીટ બટાકા વડા બનાવવાની રીત

બીટ વડા બનાવવાની રીત

સૌ પ્રથમ લીલા મરચા, આદુ,લવિંગ, લીંબુના ફૂલ એક મિક્સરની જારમાં ક્રસ કરી લેવા

હવે બાફેલા બટાકાના ક્રશમાં છીણેલું બીટ એડ કરવું ત્યાર બાદ તેમાં તમારા સ્વાદ પ્રમાણે મીઠું, એડ કરીને  કલોંજી એડ કરવી

હવે આ મિશ્રણમાં આદુ મરચા વાળો ક્રશ કરેલો મસાલો એડ કરી લેવો

હવે તેમાં એક કપ જેટલા લીલા ઘાણા જીણા જીણા સમારેલા એડ કરી બરાબર મિશ્રણ મિક્સ કરવું

હવે આ મિશ્રણમાંથી એક સરખી સાઈઝના નાના નાના બોલ તૈયાર કરી લેવા

હવે એક તપેલીમાં બેસન લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને જરુર પ્રમાણે પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરવું

હવે એક કઢાઈમાં તેલ લઈને ગેસ પર ગરમ કરવા રાખી દો,

હવે આલૂ બીટના બનાવેલા વડાને આ બેસનના ખીરામાં બોળીને તેલમાં બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવા, તૈયાર છે ગરમા ગરમ બીટ વડા