Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે બાળકોને નાસ્તામાં બનાવી આપો ઘંઉના લોટની આ લીલા મગના વડાની ફ્રેન્કી

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ બટકા કે પનીરની ફ્રેન્કી ખૂબ ખાઘી હશે જેમાં મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે જો કે આજે બાળકો માટે હેલ્ધી ફ્રેન્કી બનાવાની રીત જાઈશું જેમાં સંપૂર્મ ઘંઉનો લોટ અને સ્ટફિંગમાં લીલામગના વડા રાખવામાં આવે છએ તો ચાલો જોઈએ એ ફ્રેન્કી બનાવાની રીત.

સામગ્રી

વડા બનાવવા માટે

સૌ પ્રથમ  2 કપ લીલા ફણગાવેલા મગમાં લસણની કળી, 3લીલા મરચાસ મીઠું નાખીને મિક્સરમાં ક્રશ કરીલો ,હવે તેમાં 2 ચમચી ચણાનો લોટ નાખીને ભરતેલમાં તેના લંબગોળ નાના નાના વડા તળીલો તૈયાર છે ફ્રેન્કીના વડા

ફ્રેન્કી બનાવવા માટે

સૌ પ્રથમ રોટલીને પાચટલી પર રાખીદો, હવે તેમા પર માયોનિઝ લગાવો અને ત્યાર બાદ તેના પર ટામેટા સોસ લગાવીને સ્પ્રેડ કરીદો

ત્યાર બાદ હવે લીલા મગના તૈયાર કરેલા વડા  2 નંગ રોટલી પર ગોઠવી દો

હવે તેના પર કોબિઝ અને ડુંગળીની ગોઠલી દો ત્યાર બાદ તમે તેના પર મેગી મસાલો સ્પ્રેડ કરીને ફઅરેન્ક્ની જેમ રોલ વાળીલો

હવે એક તવી પર બટર કે ઘી નાખીને તેને બન્ને બાજુ બ્રાઉન ક્રિસ્પી થાય તે રીતે તળીલો

તૈયાર છે રોટલીની ટેસ્ટી ફ્રેન્કી