Site icon Revoi.in

કિચન ટિપ્સ – હવે 10-15 દિવસ માટે સ્ટોર કરી શકે તેવા મેથી ના ખરખરીયા ઘરે જ બનાવો . જોઇલો રીત

Social Share

 

સાહિન મુલતાનીઃ-

આપણે ઘરે અનેક પ્રકારના નાસ્તાઓ બનાવીને સ્ટોર કરી ડેટ હોઈએ છીએ જેથી કરીને સવારે ચા સાથે નાસ્તાની મગજમારી ના રહે ત્યારે આજે મેંદા બેસનના તીખા મેથી વાળ ખરખરીયા બનવાની રીત જોઈશું જેને તમે 15 દિવસ સુધી ખાઈ શકો છો. જે બાળકો અને મોટાઓને ખૂબ ભાવશે પણ ખરા

ખરખરીયા  બનાવાની રીત

સામગ્રી

 

સૌ પ્રથમ બેસન અને  મેંદાને એક મોટા વાસણમાં ચારીલો, ત્યાર બાદ તેમાં મીઠું, અજમો ,જીરું   મરચાની પેસ્ટ,હરદળ,સોડા ખાર.  તેલ અને મેથીની ભાજી  નાખીને બરાબર હાથ વડે મિક્સ કરો,

હવે આ લોટમાં  જરુર પ્રમાણે થોડુ થોડુ પાણી નાખતા જાઑ  અને કઠણ લોટ બાંધી લો, લોટ બાંધીને તેને 10 મિનિટ  ઢાંકીને રહવાડો

10 મીનઆઇટી બાદ હવે લોટને તેલ લગાવીને બરાબર લીસસો થઈ ત્યાં સુધી ગુંદી  લો

હવે તેના તદ્દન નાના નાના પુરી સાઈઝના લૂઆ કરીલો, હવે તેને બે પ્લાસ્ટિકની કોળી વચ્ચે રાખીને પાતળા ખાખરા જેવી પૂરીઓ વણીલો

ખાખરા વણાય ગયા બાદ તેને પેપર પર રાખીને થોડી વાર 10 મિનિટ સુધી રહેવાદો.હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીલો, તેલ ગરમ થાય એટલે તેમાં ઘીમે ઘીમે ખાખરા નાખીને બન્ને સાઈડ બ્રાઉન થાય કાચા ન રહે તે રીતે તળીલો,

આ ખરખરીયા  15 થી 20 દિવસ સુધી સાચવી શકાય છે, ચા સાથે અને એમ જ પણ ખાઈ શકાઇ  છે .