Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે જ્યારે ઘરમાં રિંગણ ન હોય ત્યારે ટામેટામાંથી બનાવો આ ટેસ્ટી ટામેટાનું ભરથું

Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે આપણે ટામેટા દરેક શાકમાં વાપરતા હોઈએ છીએ આ સહીત ટામેટાની અવનવી વાનગી પણ બને છે પણ આજે ટામેટાની એક અગલ જ પ્રકારની ચટણી બનાવતા શીખીશું જે રોટી સાથે અને ખીચડી સાથએ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

સામગ્રી

ભરથું બનાવવાની રીત

સૌ પ્રથમ ટામેટાને ગેસ પર બરાબર શેકીલો એટલી મિનિચ શેકવું કે જેથી તેની છાલ કાઢી શકાય. ત્યાર બાદ એક લોખંડની રોડમાં સલણની કળીઓ ભેરવીને તેને પર ગેસ પર થોડી શેકી લેવી

હવે ટામેટાને છંડા થવા દો ત્યાર બાદ તેની છાલ કાઢીલો અને તેને ચમચી વડે એક થાળીમાં જ ક્રશ કરીલો શેકેલા ટામેટા હોવાથી ચમચા વડે જ તે ક્રશ થઈ જશે.

હવે એક કઢાઈમાં તેલ લો, તેમાં જીરુ અને સમારેલા કાંદા સાતંળી લો

ડુંગળી તેલમાં બ્રાઉન થવા આવે એટલે શેકેલા લસણને ખાંડણીમાં ખાંડીને સાંતળેલી ડુંગળીમાં એડ કરીલો

હવે આ ડુંગળી અને સલણની અંદર સ્વાદ પ્રમાણે મીઠુ, લાલ મરચું એડ કરીને ક્રશ કરેલા ટામેટા એડ કરી કઢાઈ પર ઢાકણ ઢાકીને 5 નિમિટ થવાદો

5 મિનિટ બાદ તેમાં જીણા સમારેલા લીલા ઘાણા એડ કરીલો તૈયાર છે તમારું ટામેટાનું ભરથું જેને રોટલી સાથે ભાત સાથે કે ખિચડી સાથે ખાય શકો છો જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.