Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-આ રીતે બ્રેડમાંથી પણ બને છે પોટેટો ક્રિસ્પી રોલ, જાણીલો તેને બનાવાની રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે ઘણી રેસ્ટોરન્ટમાં બ્રેડ રોલ ખાધા હશે જો કે આ બ્રેડરોલ તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો, એમા પણ જો તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અવે સ્ટાટર્ડમાં તમે આ બ્રેડરોલ બનાવશો તો તમારી ડિશની શોભા વધી જશે,તો ચાલો જોઈએ બ્રેડરોલની રેસિપી

સામગ્રી

સૌ પ્રથમ બાફેલા બટાકાને બરાબર મિક્સ કરીલો, હવે તેમાં  ડુંગળી, મીઠું, હરદળ,લીલા ઘણા અને લીલા મરચા એડ કરીને બરાબર હાથ વડે મિક્સ કરીલો, 

હવે આ મિશ્રણમાંથી નાના નાના લંબગોળાકારની પેટિસ તૈયાર કરીલો, જ્યારે તમે પેટિસ વાળતા હોવ ત્યારે તેની અંદર થોડૂ છીણેલું ચિઝ મૂકતા જવું

હવે એક બ્રેડની સ્લાઈસ લો, તેને પાલટી પર રાખીને રોટલીની જેમ વેલણ વડે વણીલો, આજ રીતે બઘા જ બ્રેડને વણીલો જેથી બ્રેડ પાતળી થઈ જશે,

હવે એક મોટા પહોળા બાઉલમાં પીવાનું પાણી લો, ત્યાર બાદ તમારા બન્ને હાથ પાણી વાળ કરો , અને તેમાં એક બ્રેડની સ્લાઈસ લઈને હાથની વચ્ચે દબાવો,જેથી બ્રેડ પર પાણી લાગતા બ્રેડ નરમ પડી જશે.

હવે પાટલી પર એક પ્લાસ્ટિક લગાવી લો, તેમાં પાણી વાળું કરેલું ૂ્રેડ રાખો, ત્યાર બાદ આ બ્રેડમાં જે લંબગોળાકારની પેટીસ તૈયાર કરી છે તે રાખઈને બ્રેડને બન્ને બાજુથી રોલની જેમ વાળીલો, આજુ બાજૂની સાઈડથી પણ પાણી વડે બ્રેડ ચોંટાદી દેવા,હવે આ રોલને ેક મોટી પ્લાસ્ટિકની કોથળી પર સુકાવા રાખી દો,

આજ રીતે બધા જ બ્રેડમાંથી આ રોલ તૈયાર કરીલો ,અને દરેક રોલને પ્લાસ્ટિક પર રાખો જેથી ચોંટે નહી, 

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો ,તેલ બરાબર ગરમ થાય એટલે આ રોલને ડિપ તેલમા તળીલો, બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યા સુધી રોલ તળો, ત્યાર બાદ તેને ટીસ્યૂ પેપર પર કાઢઝઈલો,તૈયાર છે બ્રેડરોલ જેને સોસ સાથે કે ચટમઈ અથવા માયોનિઝ સાથે ખાય શકો છો