Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- આ રીતે પિત્ઝા સોસ ઘરે બનાવીને કરીલો સ્ટોર, ખૂબજ ઈઝી અને ઘરની જ વસ્તુઓમાંથી થશે તૈયાર

Social Share

સાહિન મુલતાની-

 

 

પિત્ઝાનું નામ પડે એટલે ચોક્કસ મો માં પાણી આવી જાય,પિત્ઝા આજકાલના યુવા વર્ગથી લઈને અનેક લોકોની પસંદ બન્યા છે, બહાર પિત્ઝા સ્ટોરન્ટમાં પિત્ઝાના ભાવ આસમાને જોવા મળે છે, સામાન્ય લારી પર પિત્ઝા બેઝમાંથી બનતા પિત્ઝા 80 રુપિયાથી સ્ટાર્ટ થાય છે, તો મોટા મોટા પિત્ઝા પાર્લરમાં લાઈવ પિત્ઝાની પ્રાઈઝ 200 થી સ્ટાર્ટ થાય છે, ત્યારે આજે આ પિત્ઝા સોસ બનાવતા શીખીશું જેનાથી તમે ઘરે ખૂબ જ સામાન્ય ખર્ચામાં પિત્ઝાની મજા માણી શકશો, અને આ સોસ બનાવ્યા બાદ પિત્ઝા બનાવવાનો સમય પણ ખૂબ ઓછો રોકવો પડે છે, જો સોસ તૈયાર હશે તો માત્ર 10 મિનિટમાં પિત્ઝા રેડી થઈ શકે છે.

 

સામગ્રી –

 

સૌ પ્રથમ ટામેટામાં ચપ્પુ વડે ચાર કટ કરી દો, ત્યાર બાદ 20 મિનિટ સુધી ટામેટામાં પાણી નાખીને બાફીલો, હવે આટલી મિનિટ બાદ ટામેટાને ઠંડા કરીને તેની છાલ કાઢી લો, કટ પાડ્યા હશે એટલે છાલ સરળતાથી નીકળી જશે. હવે ચપ્પુ વડે ટામેટાને જીણા મોટા કાપી લો ,લસણની કળીઓને પણ જીણી જીણી સમારીલો અને  ડુંગળીને જીણી જીણી સમારીલો.

હવે ત્ એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખો, તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું લાલ કરો, હવે તેમાં લસણ લાલ થવા દો,લસણ જ્યારે ગુલાબી રંગ જેવું સંતળાય જાય ત્યાર બાદ તેમાં ડુંગળી નાખીને  માત્ર 2 મિનિટ લાલ કરો, હવે 2 મિનિટ બાદ તેમાં ટામેટા પણ એડ કરીલો.

હવે ટામેટા નાખ્યા બાદ 3 થી 4 મિનિટ પછી તેમાં હરદળ, મીઠું,લાલ મરચું, ચિલી ફલેક્શ, ઓરેગાનો, મરીનો પાવડર,લીલા ધાણા એડ કરીને 10 થી 15 મિનિટ ઘીમા ગેસ પર આ સોસને થવાદો, આટલી મિનિટમાં ટામેટા તેલ મસાલામાં સંતળાય જશે, ત્યાર બાદ આ સોસને ઠંડો થવાદો , હવે ઠંડો પડી ગયા બાદ તેને મિક્સરની જારમાં લઈને ક્રશ કરીલો, તૈયાર છે તમારો પિત્ઝા સોસ ,હવે એક કાચ કે પ્લાસ્ટિકની એર ટાઈટ બોટલમાં તેને સ્ટોર કરીને ફ્રીજમાં રાખીદો, જ્યારે પણ પિત્ઝા બનાવવા હોય ત્યારે આ સોસનો ઉપયોગ કરો.