Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ચા ને વધુ સ્વાદિષ્ટ ફ્લેવર યુક્ત અને ઘાટ્ટી બનાવી છે? તો જોઈલો આ ટિપ્સ

Social Share

ચા શબ્દ સાંભળતા જ ચા ના રસિયાઓના મો માં પાણી આવી જાય છે, ચા ને જો આપણે ભારતનું સ્વદેશી પીણું કહીએ તો પણ નવાી નથી, કારણ કે ચા એવી વસ્તુ છે જે ભાગ્યે જ કોઈ ન પીતું હશે, ચા થી દરેક લોકોની સવાર પડે છે, આ સાથે જ ચા વિશ્વભરમાં પીવાતી હોય છે, જો કે ચા નો સ્વાદ દેશ બદલાતા બદલતો રહેતો હોય છે, કારણ કે વિદેશોમાં ચા,દૂધ અલગ કરીને ચા બનાવાય છે જ્યારે ભારતમાં ચા દૂધને સાથે જ ુકાળીને ઘટ્ટ કરીને ચા બનાવાય છે, ત્યારે આજે આપણે જૂદા જડૂદા ફ્લેવરની ચા બનાવવાની ટિપ્સ અને ચાને ઘટ્ટ બનાવાની ટ્રીક જોઈશું

ચા ને ઘટ્ટ બનાવવા અને ફ્લેવર વાળઈ બનાવાવ માટેની કેટલીક ટ્રિક
ચા આમ તો પાણી નાખીને બનાવવામાં આવે છે જો કે ઘણા લોકોને આખા દૂઘની એટલે કે માત્ર દૂધની જ ચા પસંદ હોય છે, જો કે તમે ચામાં પાણી એડ કરીને પણ ચા ને ઘટ્ટ બનાવી જ શકો છો, જેનાથી ચાને સરસ ફ્લેવર પણ મળશે .

ચાને ઘટ્ટ બનાવવી હોય તો જ્યારે ચા ઉકાળો ત્યારે તેમાં 1 થી 2 નંગ પારલેજી બિસ્ટીક નાખી દેવા, જેથી ચા ઘટ્ટ બનશે અને પારલેજીનું ફલેવર ચામાં બેસી જશે

આ સાથે જ આજકાલ સોલ્ટિ ચા નો પણ ક્રેઝ છે, આ માટે તમે ચાને ઘટ્ટ બનાવવા માટે મોનેકો બિસ્ટીકનો ઉપયોગ કરી શકો છો, અથવા સોલ્ટિ બનાવવા માટે જ્યારે ચા ઉકળતી હોય ત્યારે તેમાં ચપટી મીઠૂં પણ એડ કરી શકો છો.

ચાને ઘટ્ટ બનાવવા માટે તમે તમારા ભાવતા કોઈ પણ બિસ્કીટનો ઉપયોગ કરીને તેનું ફ્લેવર મેળવી શકો છો.

જો તમારે ચાને જૂદા જૂદા ફ્લેવર વાળી બનાવવી હોય તો તમે એલચતી, આદુ, તુલસી, ફુદીનો, મરી, લવિંગ,લીબું, મીઠું,ગ્રીન ચાની પત્તી, લેમગ્રાસ જેવી વ્સતુઓની મદદથી અલગ અલગ ફ્લેવર આપી શકો છો.

લીબું એક એવી વસ્તુ છે જે ચાને કપમાં ગાળ્યા બાદ નાખવું જોઈએ, નહી તો ચા ફાટવાની શક્યતાઓ વધી જશે.