Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જ્યારે શાકભાજી ન હોય ત્યારે મસાલામાંથી બનાવો આ ગ્રેવી, જે રોટી અને ખિચડી સાથે ખાઈ શકાશે

Social Share

સાહિન મુલતાની-

સામાન્ય રીતે દરેક ગૃહિણીઓની ફરીયાદ હોય છે કે રોજેરોજ ખાવામાં શું બનાવવું, ઘણી વખત શાકભાજી નથી હોતું તો ઘણી વખત કઠોળ ખાવાનો મૂડ નથી હોતા ત્યારે આવી પરિસ્થિતિમાં ચિંતા છોડો અને હવને આ માત્ર મસાલામાંથી બનતી ગ્રેવી જોઈલો જેને તમે ખિચડી કે રોટલી સાથે સર્વ કરી શકો છો, અને આ ગ્રેવી ટેસ્ટી પણ બનશે.

સામગ્રી

સૌ પ્રથમ એક કઢાઈ લો, તેમાં તેલ ગરમ થાય એટલે જીરું ,ડુંગળી નાખીને સાંતળી લો, ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા એડ કરીને ગેસની ફ્લેમ ઘીમી કરીદો.

હવે કઢઆઈને 2 મિનિટ ઢાકીને ટામેટાને નરમ થવાદો, ત્યાર બાદ તેમાં મીઠું, હળદર, ઘાણાજીણરુ પાવડર ,લસણ નાખીને બરાબર ફેરવતા રહો .

હવે તરત જ તેમાં 1 ચમચી બેસન નાખીને બરાબર શેકીલો, ત્યાર બાદ તેમાં 1 કપડ પાણી નાખીને ઘીમા તાપે આ ગ્રેવીને ઉકાળી લો જો ગ્રેવી ઘટ્ટ ન થઈ હોય તો 1 ચમચી વધુ બેસન એડ કરી શકો છો.

તૈયાર છે તમારી આ ટેસ્ટી ગ્રેવી રોટી સાથે અને ગરમા ગરમ ખીચડી સાથે ખાઈ શકો છો.