Site icon Revoi.in

કિચન ટિપ્સ – વેજ ક્રિસ્પી તો તમે ખાધું જ હશે પણ શું તમે ટિંડા ક્રિસ્પી ટ્રાય કર્યા છે, જો નહિ તો હવે બનાવો ટીંડોળા ની આ વાનગી

Social Share

સાહિન મુલતાની –

સામાન્ય રીતે બાળકો શાકભાજી ખાવામાં ખૂબ જ નખરા કરતા હોય છે ,બાળકોને શાકભાજી ખવડાવવા હોય તો તેને અવનવી રીતથી બનાવીને ખવડાવવા જોઈએ તો આજે ટિંડોળાનું શાક એક નવી રીતથી બનાવીશું

સામગ્રી

500 ગ્રામ – ટિંડોળા ( લાંબી ચિપ્સ સમારીલેવી)
તેલ – તળવા માટે
2 તમતી – મેગી મસાલો
સ્વાદ મુજબ – મીઠું
જરુર પ્રમાણે – હરદળ
2 ચમચી – સીંગદાણાનો પાવડર
1 ચમચી – તલ
1 ચમચી – લીંબુનો રસ
1 ચમચી – ખાંડ
1 ચમચી – જીરુ
લીલા મરચા-1 ચમચી

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ થાય એટલે તેમાં ટીંડોળાને બરાબર તળીલો

હવે એજ કઢાઈમાં બઘુ તેલ કાઢીને એક ચમચી જેટલું તેલ રહેવાદો, હવે તેમાં જીરું નાખીને લીલા મરચા સાંતળો

હવે તેમાં શીંગદાણાનો પાવડર, લીબુંનો રસ, ખાંડ, હરદળ અને મીઠું નાખીને ડિંટોળા નાખી દો હવે તેને 2 મિનિટ બરાબર સાંતળીલો.

ત્યાર બાદ તેમાં તલ પણ નાખીદો હવે ઉપરથી મેગી મસાલો નાખીને બરાબર મિક્સ કરીલો તૈયાર છે ટિંડોળઆનું કોરું ચટપટૂ શાક તમારા ળાળકોને પુરી અથવા ફૂલકા રોટલી સાથે ખવડાવો તેઓને ખૂબ ભાવશે અને ન ભાવતા ટિંટોળા પણ ગમશે