Site icon Revoi.in

જાણો દેશના આ એવા વિસ્તારો વિશે જ્યાં અવાર-નવાર ભૂકંપ આવવનો રહે છે ડર

Social Share

કુદરતી હોનારત સામે માનવી લાચાર છે,જેમાંની એક હોનારત એટલે ભૂકંપ તેને આવતા આપણએ અટકાવી શકતા નથી ત્યારે ભારતના કેટલા જ્હોન એવા છે જ્યા ભૂંકપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે.ભારતના સિસ્મિક ઝોનના નકશા પ્રમાણએ, દેશની લગભગ 59 ટકા જમીન મધ્યમ  ભૂકંપ માટે સંવેદનશીલ છે.

ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારોને ચાર સિસ્મિક ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. ઝોન V એ સૌથી વધુ સિસ્મિકલી સક્રિય વિસ્તાર છે, જ્યારે ઝોન II સૌથી ઓછો છે. દેશનો લગભગ 11 ટકા વિસ્તાર ઝોન V માં, 18 ટકા ઝોન IV માં, 30 ટકા ઝોન III માં અને બાકીનો વિસ્તાર II માં છે. ભારત હાલમાં ભૂકંપ ગ્રસ્ત વિસ્તારો માટે ઝોન 1 નો ઉપયોગ કરતું નથી.

આ વિસ્તારો ભૂકંપને લઈને સંવેદનશીલ

ઝોન 5માં કાશ્મીર, પશ્ચિમ અને મધ્ય હિમાલય, ઉત્તર અને મધ્ય બિહાર, ઉત્તર-પૂર્વ ભારતીય વિસ્તાર, કચ્છના રણ અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મોટા અને વિનાશક ધરતીકંપનો સતત ભય રહે છે.

જ્યારે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, ગંગાના મેદાનોના ભાગો, ઉત્તર પંજાબ, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તરાઈ, બિહારનો મોટો ભાગ, ઉત્તર બંગાળ, સુંદરવન અને દેશની રાજધાની દિલ્હી ઝોનમાં 4માં આવે છે. મહારાષ્ટ્રમાં પાટણ વિસ્તાર (કોયનાનગર) પણ ઝોન 4માં છે. આ ઝોનમાં પણ ભૂકંપના કારણે જાન-માલનું નુકસાન થવાનું જોખમ રહેલું છે.

ઝોન 3માં ભૂકંપનું જોખમ મધ્યમ સ્તરનું માનવામાં આવે છે. ચેન્નાઈ, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા અને ભુવનેશ્વર જેવી ઘણી મેગાસિટી આ ઝોનમાં છે. જ્યારે ઝોન 2માં ભૂકંપનું જોખમ તેનાથી ઓછું છે. આ વિસ્તારમાં ભૂકંપથી નુકસાન થવાનું ઓછું જોખમ છે.

Exit mobile version