Site icon Revoi.in

જાણીલો આ ખોરાક-પાણી વિશે જે તમારા આંતરડાઓને રાખશે સ્વસ્થ અને પેટની સમસ્યાને કરશે દૂર

Social Share

 

આપણે સૌ કોઈ સાંભળતા આવ્યા છે કે  શરીરને તંદુરસ્ત રાખવું હોય તો પાચનતંત્રને યોગ્ય રાખવું સૌથી મહત્વનું છે. મૂળભૂત રીતે આપણું શરીર ખોરાકમાંથી ઊર્જા મેળવે છે અને પાચનતંત્ર ખોરાકમાંથી આવશ્યક પોષક તત્ત્વોના શોષણમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. પાચનતંત્રમાં એક મહત્વનું અંગ કોલોન છે, જેને મોટા આંતરડા તરીકે પણ ઓળખવામાં આવે છે. યોગ્ય પાચન માટે, મોટા આંતરડાનું સ્વસ્થ રહેવું સૌથી મહત્વનું છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે બહારથી સ્વચ્છતા જરૂરી છે, તેવી જ રીતે આંતરિક સ્વચ્છતા પણ જરૂરી છે. આંતરડાને સ્વચ્છ રાખવું સારા પાચન સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.તો ચાલો જાણીએ આતંરડાઓને મજબૂત અને સ્વસ્થ રાખવા કેટલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ .

આંતરડાને સાફ કરવું એટલે તેમાં રહેલા ઝેર અને પરોપજીવીઓને દૂર કરવું. આંતરડાને સ્વચ્છ રાખવાથી માત્ર પાચન સુધરે છે,જો આતરડાઓ સ્વસ્થ હોયતો કબજિયાત અથવા આંતરડાની અનિયમિત હિલચાલ જેવી સમસ્યાઓ ઘટાડીને કોલોન કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે.

દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું

કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોએ આંતરડાની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ છે. આવા લોકો માટે, પાણીમાં મીઠું નાખીને પીવું ફાયદાકારક હોઈ શકે છે.  કેટલાક યોગ આસનો સાથે પાણીમાં મીઠું મિક્સ કરીને પીવાથી આંતરડાને સરળતાથી સાફ કરવામાં મદદ મળી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સવારે ઉઠતા પહેલા, બે ચમચી મીઠું નવશેકું પાણી સાથે મિક્સ કરીને પીવો, તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

લીલા શાકભાજીના જ્યૂસું સેવન કરવું

શાકભાજીનાજ્યૂસને કોલોન ક્લીનર માનવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, શાકભાજીના રસમાં ફાઇબર અને પોષક તત્વો હોય છે જે પાચનમાં ફાયદો કરે છે. આ સિવાય, તેઓ શરીરને હાઇડ્રેટ કરવામાં પણ મદદરૂપ થાય છે. આ સાથે જ વિટામિન સી કોલોનને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે. વિટામિન સી ઘણા ફળો અને શાકભાજીમાં જોવા મળે છે

 ઉકાળાનું સેવન કરવું

આરોગ્ય નિષ્ણાતોના મતે, હર્બલ ટી કોલોનને સાફ કરવામાં સૌથી મદદરૂપ થઈ શકે છે. સાયલિયમ, એલોવેરા, માર્શમોલો રુટ વગેરે સારી માત્રામાં  જોવા મળે છે, જે કબજિયાતમાં મદદ કરવા સાથે આંતરડાને સાફ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

ફાયબર યૂક્ત ફળોનું સેવન કરવું

, જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ છે, તેમણે આંતરડાની સફાઈ માટે ફાઈબરથી ભરપૂર ફળો અથવા શાકભાજીના રસનું વધુ સેવન કરવું જોઈએ. સફરજન, કેળા, ગાજર, બ્રોકોલી જેવી વસ્તુઓનું સેવન અને મિશ્ર શાકભાજીનો રસ પીવાથી આંતરડા સ્વચ્છ રહે છે અને પાચન સુધરે છે.