Site icon Revoi.in

જન્માષ્ટમી પર ભગવાને ધરાવો આ પ્રસાદ,જાણી લો તે વિશેની માહિતી

Social Share

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી હવે દૂર નથી, દેશના તથા વિદેશના મંદિરોમાં પણ જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે આવામાં દરેક લોકોએ જાણવું જોઈએ કે જન્માષ્ટમીના પર્વ પર ભગવાનને કેવી પ્રસાદીનો ભોગ ચઢાવી શકાય.

ભારતમાં તેને જન્માષ્ટમીનો મુખ્ય પ્રસાદ માનવામાં આવે છે. તેને બનાવવા માટે કોથમીર પંજીરી પાઉડર, ઘી, કાપેલા બદામ, કિશમિશ, કાજૂ અને ખાંડને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને ઘીમાં શેકી લો. આ રીતે તૈયાર થશે તમારો આ પ્રસાદ. આ ઉપરાંત માખણ એ ભગવાન કૃષ્ણને ખુબ પ્રિય હોય છે. તેને બનાવવા માટે સફેદ માખણ લો અને તેમાં ખાંડ ઉમેરો. તેમા તમે કાજુ, બદામ જેવા ડ્રાય ફ્રૂર્ટસ પણ નાંખી શકો છો. તેમા તમે પછીથી તુલસીના પત્તા પણ ઉમેરી શકો છો.

આ પ્રસાદ બનાવવા માટે ખાંડ, દૂધ, સૂજી, ઘી, ઈલાયચી પાઉડર, કિશમિશ, કેસર અને કાજૂની જરુર પડશે. એક વાસણમાં દૂધ, ખાંડ, પાણી, ઈલાયચી પાઉડર અને કેસર લો. તેને ગરમ કરીને અલગ મૂકી દો. એક વાસણમાં ઘી ગરમ કરો. તેમાં સૂજી નાંખો. તેને સારી રીતે મિક્સ કરો. તેમાં આ પહેલાનું મિશ્રણ તેમાં ધીરેધીરે ઉમેરો. ગેસ બંધ કરો. તેને ઠંડુ કરો અને ઘીમાં ગરમ કરેલા કાજુ અને કિશમિશ તેના પર ગાર્નિસ કરો.

ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીનો તહેવાર હિન્દુ ઘર્મો સૌથી મોટા તહેવારમાંથી એક છે. આખા દેશમાં અને ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં આ તહેવાર હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શહેરમાં મોટા પ્રમાણમાં માટલી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવે છે. નાના બાળકો સાથે પણ સ્કૂલ અને સોસાયટીઓમાં જન્માષ્ટમી પર માટલી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે.