Site icon Revoi.in

શિયાળામાં ગોળ ગુણકારી પણ ગોળ અસલી છે કે નકલી કઈ રીતે ઓળખશો જાણો

Social Share

હાલ શિયાળો ચાલી રહ્યો છે આ ઋતુમાં મોટા પ્રમાણમાં લોકો ગોળ ખાતા હોય છએ જો કે ઘણી વખત ગોળમાં પણ ભેળસેળ આવતી હોય છે આ સ્થિતિમાં તમારે પણ જાણવું જરુરી બને છે કે ગોળ અસલી છે કે નકલી તે કઈ રીતે ઓળવો, ક્યારેક ગુણકારી ગોળના બદલે તમે તમારા સ્વાસ્થ્ય સાથએ ચેડા પણ કરતા હોવ છો તો ચાલો જાણીએ દુકાનમાંથી ગોળ લીઘો છે તો કેવી રીતે તેની ઓળખ કરવી જોઈએ,

ગોળનો રંગ ઓળખો

ગોળ તેના રંગને જોઈને ઓળખી શકાય છે. શુદ્ધ ગોળનો રંગ ઘેરો બદામી હોય છે. જો તે તમને પીળો અથવા આછો ભુરો રંગ નો દેખાય તો સમજો તેમાં કીક તો ભેળસેળ છે.શેરડી અને કેમિકલની પ્રતિક્રિયાને કારણે રાંધવામાં આવે ત્યારે વાસ્તવિક ગોળનો રંગ ઘેરો બદામી થઈ જાય છે, જ્યારે તેમાં ભેળસેળ કરવાથી રંગ બદલતો હોય છે.

પાણીમાં મિક્સ કરીને ચકાશો

ગોળની શુદ્ધતા તપાસવા માટે, એક ગ્લાસ પાણી લો અને તેમાં ગોળના નાના ટુકડા મિક્સ કરો. જો તે અસલી હશે  તો તે ધીમે ધીમે પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જશે. તેનાથી વિપરિત, જો તે નકલી હશે તો તે કાચની નીચે ચોંટવાનું શરૂ કરશે. જે ગોળ ચોંટે અને ઓગળે નગહી તેમાં કઈ ભેળસેળ હોઈ શકે છે.

સ્વાદથી ઓળખો

ગોળને બીજી રીતે સ્વાદથઈ ઓળખી શકાય છે ,ગોળનો   પોતાનો એક ખાસ સ્વાદ હોય છે, જે સામાન્જોય રીતે શેરડીના રસ સાથે સાથે મળતો આવે છે આમાં કોઈ ફરક હોય તો સમજવું કે કંઈક તો ભએળસેળ  છે.ગોળનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ નકલી ગોળનો સ્વાદ કડવો અને ખારો હોય શકે છે.