Site icon Revoi.in

જમ્યા પછી તમે આ ભૂલો ન કરતા,જાણી લો

Social Share

જ્યારે પણ કોઈ વ્યક્તિ જમવા બેસે છે ત્યારે તે કોઈને કોઈ ભૂલ કરતા હોય છે, જેમ કે દૂધની વસ્તુ અને ખાટી વસ્તુઓ એક સાથે જમતા હોય છે. અથવા કોઈ એવું ભોજન કરતા હોય છે જેના કારણે પાચનશક્તિને અસર થતી હોય છે. તો આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ.

સૌથી પહેલા તો તે વિશે જાણીશું કે ઘણા લોકો રાત્રે ભોજન કર્યા પછી ન્હાય છે. તમે આ રીતે ઘણી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. કારણ કે ખોરાક લીધા પછી નહાવાની આદત તમારા માટે ખતરો ઉભો કરી શકે છે. આમ કરવાથી તમારુ વજન પણ વધી શકે છે. એસિડિટી અને કબજિયાતની પણ સમસ્યા ઉભી થાય છે.

સવારનો નાસ્તો હોય કે રાત્રિભોજન, તમારે જમ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમે કબજિયાત થઇ શકે છે. હકીકતમાં સ્નાન કર્યા પછી, શરીરનું તાપમાન વધે છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતું નથી.

ધૂમ્રપાન કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.તેમાં પણ જો જમ્યા પછી તમને સ્મોકિંગ કરવાની ટેવ હોય તો આજેજ છોડી દેજો. કારણ કે આમ કરવાથી વજનમાં વધારો થાય છે.

મોટાભાગના લોકોને જમ્યા પછી સૂઇ જવાની ટેવ હોય છે. ખાધુ હોય એટલે ઉંઘ આવે તે વાત સાચી પરંતુ જમ્યા બાદ જો તમે સૂઇ જાઓ તો પાચન થતુ નથી. પાચનતંત્ર પર તેની ખાસ અસર જોવા મળે છે. જમ્યા પછી તરત જ તમારે 10-15 મિનિટ ચાલવું જોઈએ.