Site icon Revoi.in

અભિનેત્રી કાજોલની સફળતાનો રાઝ – કહ્યું, ‘પોતાના કમ્ફર્ટઝોનમાંથી બહાર આવીશું તો જ કંઈક કરી બતાવશું, હું જીરો ફિગર નથી છત્તાં મને હું ગમું છું’

Social Share

મુંબઈ – બોલીવુડમાં ‘કૂછ કૂછ હોતા હે’ થી લઈને ‘દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે’થી  સફળ બનેલી અભિનેત્રી કાજોલ આજે પણ એટલી જ લોકપ્રિયતા ધરાવે છે, અભિનેત્રી કાજોલ સ્ક્રીન પર શાનદાર અભિનય માટે જાણીતી છે. કાજોલ ફિલ્મ ક્ષેત્રમાં ઘણી આગળ આવી છે ,છેલ્લા 30 વર્ષોથી તે ફિલ્મ સાથે જાડેયેલી રહી છે.

વર્ષ 1992 માં કાજોલની ફિલ્મ ‘બેખુદી’ થી બોલિવૂડમાં એન્ટ્રી થઈ. આ પછી, કાજોલે મોટા પડદે ઘણા રોલ પ્લે કરીને પોતાનું નામ બનાવ્યું છે, કાજોલ કહે છે કે તે, ખૂબ ખુશનસીબ છે કે,તેને આટલા પ્રમાણમાં લોકોનો પ્રેમ અને સપોર્ટ મળતો રહે  છે.

વાત જાણે એમ છે કે, એક ઇન્ટરવ્યુ વખતે કોજાલે મીડિયા સામે પોતાની શરુઆતની સફળતાની વાત દિલ ખોલીને કરી હતી. તેમણે કહ્યું કે, “પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું તે કંઈ સામાન્ય નથી. તેના કરતા વધારે મહત્વની વાત એ છે કે પોતાના પર વિશ્વાસ કરવો જોઈએ. તમે તમારા પર વિશ્વાસ કરશો ત્યારે જ વિશ્વ તમારા પર વિશ્વાસ કરશે.”

કાજોલે કહ્યું કે, હું ભાગ્યશાળી છું અને આપણે ત્યારે જ આ બધું કરી શકીશું જ્યારે આપણે પોતાને પ્રેમ કરીશું, પોતાના પર વિશ્વાસ કરીશું. હું આજે છું જ્યાં કદાચ મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની હિંમત ના કરી હોત તો કદાચઆ શક્ય જ નહોત. હું હમણાં જ કાર્યરત રાખું છું, આગળ વધું છું અને ભવિષ્યમાં હું મારી જાત માટે કેટલી વધુ વસ્તુઓ બનાવી શકું તેના વિશે વિચારતી રહું  છું.

કાજોલ આગળ કહે છે કે હું આજે જે પણ કંઈક છું તેના માટે મારી જાતને પસંદકરું  છે. જોકે મારે અહીં આવવા માટે લાંબી રાહ જોવી પડી છે, પણ હું ક્યારેય અટકી નથી. હું મને પોતાને પસંદ કરું છું હું જેવી પણ છું મને ગમુ છું, મને મારા વાળ ગમે છે, મારી સાઈઝ જીરો નથી, તેમ છતાં હું મારી જાતને પ્રેમ કરું છું.

સાહિન-