Site icon Revoi.in

Birth Anniversary: વાંચો ટી-સીરીઝના માલિક ગુલશન કુમારના જીવન અને તેમના જીવનના સંધર્ષ વિશે

Social Share

મુંબઈ : ટી-સીરીઝ કંપનીના માલિક અને પોતાના અવાજથી નામના મેળવનાર ગુલશન કુમારની આજે બર્થ એનિવર્સરી છે. તેમનો અવાજ દેશના ઘર ઘર સુધી પહોંચ્યો હતો તેના માટે તેમણે અનેક સંઘર્ષનો સામનો કર્યો હતો. તો વાંચો તેમના જીવનની સફર વિશે.

ગુલશન કુમાર એક જ્યુશની દુકાનમાં કામ કરતા હતા અને ત્યાં રહીને તેમણે પોતાની આ કંપની ઉભી કરી હતી. ગુલશન જ્યુસની દુકાનમાં કામ કરીને ખુશ ન હતા.તેથી તેમણે કાંઈક અલગ કરવાનું વિચાર્યું હતું. ગુલશન કુમારના પિતાએ એક અલગ દુકાન પણ શરૂ કરી હતી, જેમાં તેઓ સસ્તા ભાવે કેસેટ્સ વેચતા હતા.

આ પછી ગુલશન કુમારે પોતાની કંપની બનાવી અને ભક્તિના ગીતો બનાવવા લાગ્યા. ગુલશન કુમારે પોતાના અવાજથી લોકોના દિલ જીતી લીધા હતા અને તેમના કેટલાક ગીતો તો આજે પણ પ્રખ્યાત છે. ટી-સીરીઝમાં સફળતા મેળવ્યા પછી તેમણે બોલિવૂડમાં પણ જંપલાવ્યો હતો અને ત્યાં પણ તેમને સફળતા મળી હતી.

ગુલશને વૈષ્ણો દેવી મંદિરમાં ભંડાર શરૂ કર્યું હતું.જ્યાં મંદિરની મુલાકાતે આવતા ભક્તોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવતું હતું. ગુલશન ઈચ્છતો હતો કે માતાની મુલાકાતે આવનાર કોઈ પણ ખાલી પેટ ન જાય. આજે પણ ભંડારા ગુલશન કુમાર દ્વારા ચાલે છે.

ગુલશને આટલું મોટું નામ કમાવ્યું છે, તેને શું ખબર હતી કે તેની સફળતા તેના ઘણા દુશ્મનો બનાવશે. 12 ઓગસ્ટ, 1997ના રોજ ગુલશન મંદિરથી ઘરે જતા હતા. ત્યારે કેટલાક બદમાશોએ ગુલશન કુમાર પર ગોળીબાર કર્યો હતો. ગુલશનનું મોત બધા માટે આઘાતજનક હતું. કોઈએ વિચાર્યું પણ નહોતું કે, આટલી મોટી વ્યક્તિ પર ખુલ્લેઆમ ગોળીબાર કરીને ચાલ્યું જશે.