Site icon Revoi.in

તમારા રસોઈ ઘરમાંથી રહેતી આ વસ્તુઓ વિશે જાણીલો, જે ક્યારેય નથી બગડતી

Social Share

સામાન્ય રીતે ઘણા એવા ખાદ્ય પ્રદાર્થો છે કે જેને આપણે ફ્રીજમાં સંગ્રહ કરીએ છીએ અને લાંબો સમય બાદ પણ ખાઈ શકીએ છીએ, જો કે આ પ્રદાર્થને ખાવા માટે આપણે તેને જબરદસ્તી સારો રાખીએ છીએ, જીહા ફ્રીજના ગેસના કુલિંગના કારણે જ તે શક્ય બને છે. અને જો તેને બહાર રાખીએ તો તે ટોક્કસ બગડી જ જાય છે.

પરંતુ આજે એટલાક એવા ખાદ્ય પ્રદાર્થ વિશે જાણીએ કે જે ફ્રીજ વગર પણ બહાર સહીસલામત રહે છે જે લાંબાગાળા બાદ પણ બગડતો નથી.કેટલાક ખાદ્ય ખોરાકની એક્સયાયરી ડેટ હોતીજ નથી જેમાં ખાસ કરીને વાત કરીએ તો મીઠું, મધ,ચોખા. જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

મધ

વર્ષોથી મધને વર્ષો નર્ષ સુધી જાળવી રખાય છે,તેને સાચવવા માટે ન તો ફ્રીજ કે નતો કોઈ બીજી વસ્તુની જરુર પડતે છે,, મધને કાયમ માટે સાચવી શકાય છે. તેની જાદુઈ રસાયણશાસ્ત્ર અને મધમાખીઓ દ્વારા તૈયાર થવાને કારણે તે ક્યારેય બગડતું નથી તે તેનો ગુણઘર્મ જાણવી રાખે છે.

ચોખા

ખાસ કરીને જે બ્રાઉન રાઇસ આવતા હોય છે તે સામાન્ય રીતે તેના તૈલી ગુણને કારણે લગભગ ૬ મહિનામાં બગડવાનું શરૂ કરે છે પરંતુ સફેદ ચોખાને અનિશ્ચિત સમય માટે સંગ્રહિત કરી શકાય છે.સંશોધન મુજબ સફેદ ચોખાને 40 ડિગ્રી ફેરનહીટથી નીચેના તાપમાને ઓક્સિજન મુક્ત કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવે છે, ત્યારે સફેદ ચોખા તેના પોષક તત્વો અને સ્વાદને 30 વર્ષ સુધી સાચવી શકા છે

રાય

વધાર રાય વહર અઘુરો છે, આ રાયને લાંબા સમય સુધી આપણે સાચવીયે છીએ અને તે સચવાય પણ છે.રાય એક એવું ધાન્ય છે જે ક્યારેય બગડતું નથી, જો સરસવના દાણાનો સારી રીતે સંગ્રહ કરવામાં આવે તો તે તેના ગુણધર્મોને કારણે એક્સપાઇરી ડેટ પછી પણ ઘણા વર્ષો સુધી પોષક તત્વોથી સુરક્ષિત  રાખી શકાય છે.

મીઠું

આપણે સૌ કોઈ જાણીએ છે કે મીઠૂં વર્ષો વર્ષ સુધી બગહડતું નથી, મીઠાનો ઉપયોગ સદીઓથી અન્ય ખોરાકને સાચવવા માટેના સાધન તરીકે પણ કરવામાં આવે છે કારણ કે તે ભેજને દૂર કરે છેજો કે આ માટે મીઠાને પાણીના સંપ્રકમાં આવતા અટકાવવું પડે છે જ્યા સુધી મીઠું પાણીના સંપ્રકમાં ન આવે ત્યા સુધી તે સચવાય રહે છે