Site icon Revoi.in

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ રામરાજ્ય અંગે શું કહ્યું જાણો….

Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢના પ્રવાસે પહોંચ્યેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ધર્મ સભામાં હાજરી આપશે. આ પહેલા તેમણે રામ રાજ્ય, ધર્માંતરણ સહિતના મુદ્દા ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા. એટલું જ નહીં તેમણે ધર્માંતરણ મામલે નારાજગી પણ વ્યક્ત કરી હતી. શંકરાચાર્યજીના મતે, ભારતને આઝાદ થયાને 75 વર્ષ થઈ ગયા છે પરંતુ આજ સુધી હિંદુઓને તેમના ધર્મ વિશે શીખવવાનો અધિકાર નથી મળ્યો જ્યારે લઘુમતીઓને સંપૂર્ણ અધિકાર છે. તે શાળાઓમાં પોતાના ધર્મ વિશે માહિતી આપી શકે છે.

છત્તીસગઢ પ્રવાસે પહોંચેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, જે લોકો હિન્દુત્વની વાત કરે છે તેમણે હિન્દુ રાષ્ટ્રને બદલે રામ રાજ્યની વાત કરવી જોઈએ. ધર્માંતરણને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ કહ્યું કે આ રાજકીય હિતમાં થઈ રહ્યું છે અને રાજકારણ માટે તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક રાજકારણીઓ હિંદુઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. આવા રાજકારણીઓ પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ મુકવો જોઈએ, જેથી તેઓ ચૂંટણી લડી ન શકે. તેમણે વધુમાં કહ્યું કે, હિંદુત્વનો અર્થ, જે હીનનું ઉત્થાન કરે છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી ધર્મ સભામાં હાજરી આપવા માટે રાજનાંદ ગાંવ પહોંચ્યાં હતા. દરમિયાન અખંડ ભારતના ભાગલા અને પાકિસ્તાન અંગે પણ નિવેદન કર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, લોકોમાં ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર અંગે મોહભંગ થઈ રહ્યો છે એટલે હિન્દુ રાષ્ટ્રની માંગ ઉઠી રહી છે. હિન્દુ રાષ્ટ્રની વાત માનીએ તો ફરી ગોલબંધી બનવાનું શરૂ થશે. જેથી રામરાજ્યની સ્થાપના કરવી જોઈએ, જેમાં ભાઈ-ભત્રીજો અને જાતિવાદ નહીં હોય, ન્યાય તાત્કાલિક મળવો જોઈએ, તેવા રાજ્યની આપમે કલ્પના કરવી જોઈએ. આ રાજનીતિની દ્રષ્ટીએ નહીં પરંતુ ધર્માચાર્યની દ્રષ્ટીએ કહી રહ્યો છું. રામરાજ્યની સ્થાપનાથી પ્રજાનું કલ્પાણ થશે.