Site icon Revoi.in

જાણો શા માટે તાંબાના વાસણમાં પાણી રાખીને પીવામાં આવે છે, જે આ રીતે સ્વાસ્થ્યને કરે છે લાભ

Social Share

સૌ કોઈ જાણે છે કે  તાંબાના વાસણમાં પાણી રાખીને પીવાથી અનેક ફાયદાઓ થાય છે, પરંતુ શુ ફાયદા થાય છે તે કદાચ ઘણા લોકો નહી જાણતા હોઈ, આજે આપણે તાંબાના વાસણમાં પાણી પીવાથી થયા ફાયદાઓ વિશે વાત કરીશું,.

આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. આ પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી શરીરની થાઈરોઈડ ગ્રંથિને નોર્મલ કરે છે અને તેની કાર્યપ્રણાલીને પણ નિયંત્રિત કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ પર કાબુ મેળવી શકાય છે

કોપર વિશે આ તથ્ય સૌથી વધારે આશ્ચર્ય પ્રદાન કરે છે. તાંબુ શરીરની મોટાભાગની પ્રક્રિયાઓમાં બહુ જ જરૂરી અને ફાયદાકારક હોય છે. આ શરીરમાં આવશ્યક પોષક તત્વોને શોષવાનું કામ કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પાવાથી લોહીની ઉણપ અને લોહીના વિકારની સમસ્યાઓ દૂર થાય છે.

કેન્સર થવા પર હંમેશા તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. કારણ કે તાંબાના વાસણમાં રાખેલુ પાણી વાત, પિત્ત અ કફની સમસ્યાને દુર કરે છે. આ પ્રકારના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આ રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. અમેરીકન કેન્સર સોસાયટી અનુસાર, કોપર અનેક પ્રકારે કેન્સરના દર્દીઓની મદદ કરે છે. આ એક લાભકારી ધાતુ છે જેમાં રાખેલુ પાણી સૌથી વધુ લાભ પ્રદાન કરે છે. જે એન્ટી કેન્સર ઈફેક્ટનું કામ કરે છે.

જો કોઈ વ્યક્તિ હૃદય રોગથી પીડિત છે અથવા તો તેને હાર્ટની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેણે તાંબાના જગમાં રાતે પાણી રાખવું અને સવારે ઉઠીને તે પાણી પી લેવું. આવું નિયમિત કરવું જરૂરી છે. આવું પાણી રોજ સવારે પીવાથી હૃદય મજબૂત અને સ્વસ્થ બને છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે. આ સિવાય હાઈપરટેન્શનની સમસ્યા પણ તેનાથી દૂર રહે છે.

કોપરની પ્રકૃતિને ઓલિગોડાયનેમિકના એટલે કે શુદ્ધ ગુજરાતીમાં જો કહીએ તો બેક્ટેરીયા પર ધાતુઓના સ્ટરલાઈઝનો પ્રભાવ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં રાખેલા પાણીના નિયમિત સેવનથી શરીરમાં રહેલાં બેક્ટેરીયાનો સરળતાથી નાશ કરી શકાય છે. સાથે જ ડાયેરીયા અને કમળા જેવા રોગોના કીટાણુઓનો પણ નાશ કરે છે.

 

Exit mobile version