Site icon Revoi.in

બી ટાઉનના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે નિધનની અફવા – અનેક સુપર હિટ ફિલ્મોમાં કર્યું હતું કામ

Social Share

મુંબઈઃ- બોલિવૂડમાં અનેક સુપર હિટ ફિલ્મો આપનારા અને ટેલિવૂડમાં અનેક જાણીતા રોલ પ્લે કરનારા અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે પૂનેની હોસ્પિટલમાં વિતેલી રાતે નિધન થયાની અટકળો વહેતી થઈ હતી. દિગ્ગજ અભિનેતા ગોખલે પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાનું ચર્ચાઈ રહ્યું હતું. જો કે, નિધનની વાત અફવા હોવાનું જાણવા મળે છે. તેમની હાલત ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ  છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા,તેઓની તબિયતમાં  સુધારો જણાતો નહતો જેથી સ્થિતિ ગંભીર બનતી ગઈ અને તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. વિક્રમ ગોખલેની ફિલ્મોની વાત કરીએ તો તેમણે બોલિવૂડની ખૂબ જ સારી સફર કેડી છે તેમણે ઘણી યાદગાર ફિલ્મો કરી છે જેમાં  ‘અગ્નિપથ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’  ‘ભૂલ ભુલૈયા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પણ સામેલ છે.

અભિનેતાના પરિવારનો પણ હતો ભારતીય સિનેમાથી નાતો

અભિનેતાના  માતા હિન્દી સિનેમાના  પ્રથમ ભારતીય કલાકાર હતા, એવું પણ કહેવાય છે કે, તેમની દાદીએ હિન્દી સિનેમામાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેનું દિગ્દર્શન દાદાસાહેબ ફાળકે દ્વારા કરવામાં આવ્યું હતું, જેને ભારતીય સિનેમાના પિતા માનવામાં આવે છે. તેમના પિતા ચંદ્રકાંત ગોખલેએ પણ 50 થી વધુ મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

વિક્રમ ગોખલેએ 1971માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પરવાના’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.પોતાના ફિલ્મી કરિયર દરમિયાન લગભગ 70 હિન્દી-મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. વિક્રમ ગોખલે એક  સારા કલાકાર તો હતા જ પણ તેમણે સમાજ સેવાના કાર્યો પણ કર્યા હતા.