Site icon Revoi.in

‘સાથ નિભાના સાથિયા’ ફેમ કોકીલા મોદી ઉર્ફે રુપલ પટેલ હોસ્પિટલમાં દાખલ, પતિએ તબિયત અંગે આપી માહિતી

Social Share

 

મુંબઈઃ- સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી અને ખૂબજ ફેમસ સિરિ ‘સાથ નિભાના સાથિયા’માં ગોપીની સાસુનો રોલ પ્લે કરીને ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી રૂપલ પટેલ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સિરિયલ સાથ નિભાના સાથિયામાં કોકિલા મોદીની ભૂમિકા ભજવનાર રૂપલ પટેલને હાલમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો કે તેમને શું થયું છે અને  કયા કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તે અંગે હજી સુધી કોઈ માહિતી બહાર આવી નથી. પરંતુ હવે તેના પતિ રાધા કૃષ્ણ દત્તે આ સમાચાર અંગે માહિતી આપતાં કહ્યું કે રૂપલ હવે ઠીક છે અને ચિંતા જેવી કોઈ વાત નથી.

રૂપલ પટેલની હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર તેના ચાહકોને મળતાં જ  સોસિયલ મીડિયા પર તેના સ્વસ્થ થવાની  પ્રાર્થના કરવામાં આવી રહી છે..ઉલ્લેખનીય છએ કે રૂપલ પટેલ ટેલિવિઝનનું જાણીતું નામ છે. લોકો ટેલિવિઝન પર તેના મજબૂત સ્ત્રી પાત્રને પસંદ કરે છે. સાથ નિભાના સાથિયા પછી તેણે મનમોહિની અને યે રિશ્તે હૈ પ્યાર કે જેવા ઘણા શોમાં કામ કર્યું.

Exit mobile version