Site icon Revoi.in

કોલકાતામાં દર લાખની વસ્તી દીઠ કોગ્નિઝેબલ ગુનાઓની સંખ્યા ઘટી

Social Share

દિલ્હી – ભારતના અનેક શહેરો સુરક્ષિત સાહેરોની યાદીમાં આવે છે જો કે દિલ્હી અને મુંબઇને પછાડીને 3 વર્ષમાં સતત ત્રીજી વખાણ વેસ્ટ બેનગીલનઉઈ શહેર કોલકલ સૌથી સુરક્ષિત શહેર સાબિત થયું છે . આ બાબત  નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રેપોરમાં રજૂ કરવામાં આવી છે . 

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોલકાતા સતત ત્રીજા વર્ષે ભારતમાં સૌથી સુરક્ષિત શહેર તરીકે ઉભરી આવ્યું છે. મેટ્રોપોલિટન શહેરોમાં કોલકાતામાં દર લાખની વસ્તી દીઠ કોગ્નિઝેબલ ગુનાઓની સંખ્યા સૌથી ઓછી છે.

રેપોર્ટમાં જણાવાયું છે કે 2021માં કોલકાતામાં પ્રતિ લાખ લોકો પર કોગ્નિઝેબલ ગુનાના 103.4 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે ઘટીને 86.5 થઈ ગયા છે. 2020માં આ આંકડો 129.5 હતો. વર્ષ 2021 માં, પૂણે અને હૈદરાબાદમાં અનુક્રમે 256.8 અને 259.9 નોંધાયેલા ગુનાઓ પ્રતિ લાખ વસ્તીમાં નોંધાયા હતા.

ઉલ્લેખન ઇયાં છે કે  20 લાખથી વધુ વસ્તી ધરાવતા 19 શહેરોની સરખામણી બાદ આ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. જો કે, કોલકાતામાં મહિલાઓ સામેના ગુનાઓમાં વધારો નોંધાયો છે કારણ કે 2021માં કેસની સંખ્યા 1,783 હતી જે વધીને 2022માં 1,890 થઈ ગઈ છે, એમ રિપોર્ટમાં જણાવાયું છે.

વધુમાં આ મામલે એનસીઆરબીના ડેટા પ્રમાણે , કોલકાતામાં 2022માં પ્રતિ લાખ લોકો પર કોગ્નિઝેબલ ગુનાના 86.5 કેસ નોંધાયા હતા. આ પછી પૂણે 280.7 અને હૈદરાબાદ 299.2નો નંબર આવે છે. ઇન્ડિયન પીનલ કોડ અને વિશેષ અને સ્થાનિક કાયદાની કલમો હેઠળ નોંધાયેલા કેસો જે માટે નોંધાયેલા છે તે કોગ્નિઝેબલ ગુનાઓ છે.