Site icon Revoi.in

કૃષ્ણ ફળ – મુળ છે બ્રાઝિલનું પણ ભારતમાં પણ ઉગાડવામાં આવે છે – પોષકતત્વોથી ભરપૂર

Social Share

ભારતમાં કદાચ કેટલાક લોકોને ખબર પડી જાય કે કૃષ્ણ ફળ એટલે શુ. આ એ ફળ છે કે જે અનેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ફળનું સેવન કોઈપણને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે. કારણ છે કે આ ફળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું અને ફાઇબરનું પ્રમાણ વધારે છે. જાણકારી અનુસાર આ ફળ શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તેમનું વજન પણ વધતું નથી.

જો આ ફળ વિશે વાત કરવામાં આવે તો તેનું મુળ બ્રાઝિલ છે. તે દેશમાં તેને પેશન ફ્રુટ તરીકે ઓળખવામાં આવે છે, પણ ભારતમાં તેને કૃષ્ણ ફળ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું ઉત્પાદન ભારતના કેરળ, કર્ણાટક, મિઝોરમ અને મેઘાલયમાં થાય છે.

કૃષ્ણ ફળ જાંબલીથી પીળા અને સોનેરી રંગમાં બદલાય છે. તે સ્વાદમાં મીઠું-ખાટું અને બીજવાળું હોય છે. આ ફળમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે જેમ કે ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, સોડિયમ, વિટામિન સી, એ, ડી, કે, ઈ, આયર્ન, ફોસ્ફરસ, એન્ટીઓક્સીડેન્ટ્સ વગેરે. જે મનુષ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે આ ફળના ફાયદા વિશે તો હૃદય માટે પણ ફાયદાકારક છે, તેમાં પોટેશિયમ, તેમજ ઇલેક્ટ્રોલાઇટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. જેનાથી હાર્ટ એટેક આવવાની સંભાવના પણ ઓછી થાય છે.

અહેવાલ છે કે જો તેની છાલનો અર્ક પીવામાં આવે તો અસ્થમા અને શ્વાસની તકલીફમાં ઘણી રાહત મળે છે. આ ફળ શ્વાસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. પરંતુ કૃષ્ણ ફળને ઠંડી તાસીરનું માનવામાં આવે છે. જેથી નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.

જો કે કેટલીક વાર આ ફ્રુટ કેટલાક લોકોને માફક આવતું નથી તો તે લોકોએ આ પ્રકારનું ફળ ખાતા પહેલા ડોક્ટર અથવા જાણકારની સલાવ લેવી અત્યંત જરૂરી છે.