Site icon Revoi.in

કુંભકરણ 6 મહિના સુતો રહેતો હતો,આ વરદાન હતું કે શ્રાપ,જાણો

Social Share

લંકાના રાજા રાવણના ભાઈ કુંભકરણથી તો ભાગ્ય જ કોઈ અજાણ હશે, દરેક લોકોને જાણ હશે કે કુંભકરણ 6 મહિના સુતો રહેતો હતો અને 6 મહિના જાગતો હતો. આ વાતને લઈને કેટલાક લોકો માને છે કે કુંભકરણને શ્રાપ હતો એટલે તે લાંબો સમય સુતો રહેતો હતો અને કેટલાક એમ માને છે કે તેને વરદાન મળ્યું હતું એટલે તે સુતો રહેતો હતો. પણ સાચુ શું છે તે પણ જાણવા જેવું છે.

એક દંતકથા અનુસાર, ભગવાન ઈન્દ્ર કુંભકર્ણની ખૂબ ઈર્ષ્યા કરતા હતા કારણ કે તેમને ડર હતો કે કુંભકર્ણ ભગવાન બ્રહ્માને ઈન્દ્રાસન માટે પૂછશે નહીં. આવી સ્થિતિમાં જ્યારે કુંભકર્ણ બ્રહ્માદેવ પાસે વરદાન માંગી રહ્યો હતો ત્યારે ઈન્દ્રદેવે કુંભકર્ણને મૂંઝવણમાં મૂકી દીધો. કહેવાય છે કે આ કારણે કુંભકર્ણે ઈન્દ્રાસનને બદલે નિદ્રાસન માંગ્યું. આ કારણે કુંભકરણ 6 મહિના સૂતો હતો અને 6 મહિના જાગતો હતો.

આ ઉપરાંત એક અન્ય પૌરાણિક કથા અનુસાર, કુંભકર્ણ પોતાના ભાઈ રાવણ અને વિભીષણની જેમ એકદમ કઠોર હતો. એક વાર રાવણ પોતાના ભાઈ વિભીષણ અને કુંભકર્ણ સાથે તપસ્યા કરી રહ્યો હતો. ત્રણેવની તપસ્યાથી પ્રસન્ન થઇ બ્રહ્માદેવ એમની પાસે પહોંચી ગયા અને એમને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાવણ અને વિભીષણે વરદાન માંગી લીધું અને બ્રહ્માદેવે એમને આશીર્વાદ આપ્યા.

આ પછી બ્રહ્માદેવ કુંભકર્ણ પાસે પહોંચ્યા. પરંતુ કુંભકર્ણને જોઈને બ્રહ્માદેવ ચિંતિત થઈ ગયા. વાસ્તવમાં, કુંભકર્ણ એટલો બધો ખોરાક લેતો હતો કે તેને જોઈને બ્રહ્માદેવ પણ ચિંતિત થઈ ગયા. ત્યારે બ્રહ્માદેવે કુંભકર્ણને મૂંઝવણમાં મૂકી દીધા, જેના કારણે કુમ્ભકર્ણને 6 મહિના માટે સુવાનું વરદાન માંગ્યું અને બ્રહ્માદેવે પ્રસન્ન થઈને વરદાન આપ્યું.