- હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર
- મંડી જીલ્લાના 50 જેટલા માર્ગનો સંપર્ક તૂટ્યો
- ભૂસ્ખલનની ઘટનાને લઈને માર્ગો ઠપ થયા
શિમલાઃ- વિતેલા દિવસને રવિવારથી દેશના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધ્યું છે,આ સાથે જ પહાડી રાજ્યોમાં પણ વરસાદે માજા મૂકી છે ત્યારે સમગ્ર હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે, જેની અનેક રસ્તાઓ પર માઠી અસર પડેલી જોઈ શકાય છે.
મોડી રાતથી જીલ્લા મંડીમાં મુશળધાર વરસાદને કારણે ખૂબજ મહત્વપૂર્ણ ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ચૂક્યો છે. સાત મીલ નજીક ભારે ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પહાડ પરથી કાટમાળ નીચે આવી ઘસી આવતા વાહનોને પણ નુકસાન થયું હતું. જો કે, વાહનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.
વરસાદના કારણે વૈકલ્પિક કમાંડ બજૌર માર્ગ પણ ઠપ થયેલો જોવા મળે છે. વરસાદને કારણે જિલ્લાભરના પચાસ જેટલા રસ્તાઓ બંધ થયા છે. સરકાઘાટ-ધરમપુર નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા છે. તે જ સમયે, ભારે વરસાદને કારણે નદી-નાળા પણ છલકી ઉઠ્યા છે. જેને લઈને વહીવટીતંત્ર એ નદી નાળા કાંઠે રહેતા લોકોને સલામત સ્થળે જવા સૂચના આપી છે.
ડીસી મંડી અરિંદમ ચૌધરીએ રસ્તાઓ બંધ થવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત રસ્તાઓની મરામત માટે મશીનરી અને મજૂર તૈનાત કરાયા છે. પરંતુ ભારે વરસાદના કારણે કામ કરવામાં વિધ્ન આવી રહ્યું છે, તો બીજી તરફ કાંગડામાં ફરી એકવાર વરસાદે જનજીવન પર માઠી અસર પહોંચાડી છે. અનેક સ્થળોએ ભૂસ્ખલન થયાના સમાચારમળી રહ્યા છે જેના કારણે પાલમપુર-સુજાનપુર હાઇવે અવરોધિત થઈ ગયો છે.
બીજી તરફ દેહરા-હોશિયારપુર નેશનલ હાઈને 503 રસ્તો વ્યાસ પુલ નજીક ભેખડ ઘસી આવતા બંધ થઈ ગયો છે. છેલ્લા બે-ત્રણ કલાકથી આ હાઈવે જામ છે. પાલમપુરમાં ભારે વરસાદને કારણે પાલમપુર-ધર્મશાળા થઈને નાગરી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સવારે 4 વાગ્યાથી આ રસ્તા સવાર વાહન વ્યવહારો ટ્રાફિક પ્રભાવિત થાય છે.