Site icon Revoi.in

અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને લારા દત્તાએ કહ્યું કંઈક આવું, તેમના લગ્ન વિશે કહી દીધી મોટી વાત

Social Share

મુંબઈઃ-બોલિવૂડ કપલની ચર્ચાઓ હરહંમેશ સમાચાર પત્રો કેસોશિયલ મીડિયા પર વહેતી થતી હોય છે, જેમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરની લવ કેમેસ્ટ્રીથી સૌ કોઈ વાકેફ છે,ભલે આ કપલે  લોકો સામે સત્તાવાર રીતે પોતાના સંબંધો સ્વિકાર્યા નથી પરંતુ અવાન નવાર તેઓ સમાચાર સુર્ખીઓમાં સામે આવતા હોય છે.તેમના રિલેશનની ચર્ચા મોખરે રહેતી હોય છે,ત્યારે ફરી એક વખત એ કપલના લગ્નને લઈને નવી વાત સામે આવી છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્ન અંગે ઘણી વાતો સામે આવી છે.ત્યારે હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે જો કોરોનાના કારણે લોકડાઉન જે લાગ્યું હતું તે ન લાગ્યું હોત તો આ કપલે પ્રભુતામાં પગલા માંડી દીધા હોત.

જો કે તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર રીતે નિવેદન નથી આવ્યું ,કે ન તો સોશિયલ મીડિયા પર બન્ને માંથી કોઈએ આ વાત રજૂ કરી છે,જો કે બોલિવૂડનાં ઘણાં સેલિબ્રિટી એ સંકેત આપ્યા છે કે, થોડા સમયમાં આલિયા અને રણબીર પત્ની-પતિ બનવા જઈ રહ્યા છે.ત્યારે અભિનેત્રી લારા દત્તાએ આ કપલ અંગે  એક મોટો ખુલાસો કર્યો છે.

મીડિયાને આપેલાં ઇન્ટરવ્યૂંમાં લારા દત્તાએ રણબીર અને આલિયાનાં લગ્ન અંગે માહિતી આપી છે. એક્ટ્રેસે કહ્યું હતું કે, તેને વિશ્વાસ છે કે આ કપલ  આ વર્ષ પુરુ થતાની સાથે  ચોક્કસ લગ્ન કરી લેશે. રણબીરે થોડા સમય પહેલાં જ આલિયા સાથે તેનાં લગ્નની વાત કરી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, જો કોરોના ન હોત તોબન્ને એ ક્યારના લગ્ન કરી લીધા હોત, લારા દત્તાએ આ વાતના કરેલા ખુલાસા પછી ચોક્કસ કહેવું રહ્યું કે આ કપલ ટૂંક સમયમાં લગ્નમાં બંધાય તો નવાઈની વાત નહી લાગે, જો કે આ કપલ લગ્નને સિક્રેટ રીતે યોજવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સમાં હાલમાં આલિયા મુંબઇનાં બાન્દ્રામાં રણબીરનાં નવાં ઘરમાં દેખાઈ રહી હોવાના એહવાલ મળી રહ્યા છે . આલિયા અને રણબીર લગ્ન બાદ આ ઘરમાં શિફ્ટ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Exit mobile version