- જમ્મુ કાશ્મીરમાં પોલીસને મળી સફળતા
- લશ્કરે તૈયબાનો આતંકી ઠાર મરાયો
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ સતત સક્રિય થવાના પ્રતન્તમાં લાગેલા હોય છે ત્યારે સેનાના જવાન સર્ચ ઓપરેશન ચલાવીને આતંકીઓની શોધખોળ કરીને તેમનો ખાતમો ખરવાની સંપૂર્ણ તૈયારીમાં છે ત્યારે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
જમ્મુ અને કાશ્મીરના ટોફ ગામમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે અરનિયા સેક્ટરમાં શસ્ત્રો પુનઃપ્રાપ્તિની કામગીરી દરમિયાન પાકિસ્તાની આતંકવાદીઓ માર્યો ગયો છે અને એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.
ઘટનાને મામલે પોલીસે જણાવ્યું કે પાકિસ્તાની આતંકવાદીની ઓળખ મોહમ્મદ અલી હુસૈન ઉર્ફે કાસિમ તરીકે કરવામાં આવી છે, જે જેલમાંથી સક્રિય હતો અને આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. લશ્કર-એ-તૈયબાના પોલીસ કમાન્ડર હતા વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદીએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.કહેવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ અલી હુસૈનને હથિયારની રિકવરી માટે સ્થળ પર લઈ જવામાં આવી રહ્યો હતો
ઘટનાસ્થળનો ફાયદો ઉઠાવીને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મોહમ્મદ અલી હુસૈને પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીથી તે ઘાયલ થયો હતો. આ પછી, હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત થયું હતું.
આ આરોપી એ જમ્મુના અરનિયામાં ડ્રોનની મદદથી હથિયારો છોડવાના કેસમાં એક ની મહત્વની ભૂમિકાનો ખુલાસો કર્યો હતો. જે બાદ ટોફ ગામમાંથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો. તે જ સમયે, મોહમ્મદ અલી હુસૈન, જ્યારે અન્ય સ્થળને ઓળખવા માટે સ્થળ પર લઈ જવામાં આવ્યો ત્યારે ભાગવાનો પ્રયાસ કર્યો.ત્યારે એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો હતો.