Site icon Revoi.in

પીએમ મોદીની યુરોપ દેશોની મુલાકાતનો છેલ્લો તબક્કો – પેરિસમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોન સાથે કરી મુલાકાત  

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ વિદસીય યુરોપીયન  દેશોના પ્રવાસે છે ત્યારે તેઓ છેલ્લા તબક્કામાં બુધવારે  પેરિસની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદી  એ અહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે  આ દરમિયાન મુલાકાત કરી અને દ્વિપક્ષીય અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા પણ કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના અંતિમ તબક્કામાં બુધવારે ફ્રાંસ પહોંચ્યા અને પેરિસમાં ભારતીય પ્રવાસીઓએ તેમનુ ઉષ્માભેર સ્વાગત કર્યુ. અહીં ભારતીય સમુદાયના લોકો હાજર હતા.પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે ફ્રાંસ ભારતના સૌથી મજબૂત ભાગીદારોમાંનુ એક છે.

આ મામલે  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં કહ્યું, ‘હેલો પેરિસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસની મુલાકાતે પેરિસ પહોંચ્યા છે. ગયા અઠવાડિયે ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે મેક્રોન ફરીથી ચૂંટાયા પછી વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોનને મળનારા વિશ્વ નેતાઓમાં પ્રથમ હશે. તેમણે ફરીથી ચૂંટાયા બાદ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા.

ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ફ્રાંસ રાષ્ટ્રપતિના નવા જનાદેશને ભારત-ફ્રાંસ રણનીતિક ભાગીદારી માટે એક નવી ગતિમાં બદલવાની તક.’ ફ્રાંસ રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંએ એલિસી પેલેસમાં પીએમ મોદીનુ ઉષ્માભેર સ્વાગત કર્યુ. મેક્રોં અને મોદી પરસ્પર ગળે મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિએ પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિનના અધિકૃત આવાસ એલિસી પેલેસમાં વાતચીત થઈ હતચી. બંને દેશના નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ

પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થી રહી છે કે જ્યારે યુરોપિયન યુનિયનનું નેતૃત્વ ફ્રાન્સ કરી રહ્યું છે. ઉપરાંત આ સાથએ જ ભારત અને ફ્રાંસના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયા છે. ઓગસ્ટ 2019, જૂન 2017, નવેમ્બર 2015 અને એપ્રિલ 2015 પછી મોદીની ફ્રાન્સની આ પાંચમી મુલાકાત છે.

 

Exit mobile version