Site icon Revoi.in

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં વિતેલી રાતે આગ લાગવાની ઘટના બનીઃ જાનહાનિ ટળી

Social Share

 

દિલ્હીઃ-વિતેલા દિવસની રાતે અંદાજે સાડા 10 વાગ્યા આસપાસ દિલ્હી સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં આગલાગવાની ઘટના બની હતી, જો કે આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરાતા 26 ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગપર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આ આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, ફાયર વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓને રાતે સાડા 10 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટનાની જાણ કરાઈ હતી, ત્યાર બાદ તેઓ ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરુ કર્યા હતા.આ આગ એઈમ્સની હોસેપિટલમાં જ્યા કોવિડ સેમ્પલિંગ તરીકે જે એરિયાનો ઉપયોગ થતો હતો ત્યા લાગી હતી, જો કે કોઈ મોટુ નુકશાન થવાના સમાચાર નથી.

એઈમ્સ હોસ્પિટલની કન્વર્ઝન બ્લોકના નવમાં માળે આ ઘટના બનવા પામી હતી,એઈમ્સના ડોકટરો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તપાસ વગેરેનું કામ આ બ્લોકમાં કરવામાં આવે છે. અહીં દર્દીઓ દાખલ થતા નથી.આ મામલે પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની શરુ થઈ હતી જે ધીરે ધીરે નવમા માળે ફેલાઇ હતી.