Site icon Revoi.in

ઉત્તરાખંડમાં મોડી રાતે ભૂકંપના આંચકાઓ અનુભવાયાઃ- લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા

Social Share

દિલ્હીઃ-એક બાજુ દેશમાં કોરોનાની બીજી તરંગનો માર છે તો દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકાઓ આવવાની ઘટના બનતી રહે છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં યાસ ચક્રવાત મંડળાઈ રહ્યું છે, ત્યારે આ સમગ્ર કુદરતી આફતો વચ્ચે વિતેલી રોતે દેહરાદુનમાં ફરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.

વિતેલી રાત્રે 12 વાગ્યે ચમોલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંતરરાષ્ટ્રીય એજન્સી અનુસાર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધવામાં આવી હતી. પ્રારંભિક અહેવાલોમાં જોશી મઠથી 44 કિ.મી.ના અંતરે આવેલા ભૂકંપનું કેન્દ્ર જણાવાયું છે. 12.35 ની આસપાસ, મસુરી અને દહેરાદૂનમાં પણ આંચકા અનુભવાયા હતા. મોડી રાતે ભૂંકપ આવતા ઘણા લોકો આશ્ચર્ય સાથે ઘરોની બહાર ડરીને આવી ગયા હતા.

મસૂરીમાં પણ ભૂંકપના આંચકાને લયને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, ઘરની વસ્તુઓ ભૂંકપમા હલનચલન કરતી જોવા મળી હતી,જેને લઈને ઘરમાંથી લોકોને બહાર નીકળવાની ફરજ પડી હતી, જો કે હાલ આ ભૂકંપથી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.