Site icon Revoi.in

92 વર્ષીય લત્તા મંગેશકરની તબિયતમાં સુધારો, વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું

Social Share

અમદાવાદ: લતા મંગેશકરનો પરિવાર સતત તેમની સ્થિતિ વિશે છેલ્લામાં છેલ્લા અપડેટ્સ આપી રહ્યો છે જેથી તેમના ચાહકો રાહતનો શ્વાસ લઈ શકે. તાજેતરની માહિતી અનુસાર, 92 વર્ષીય લતા મંગેશકરની હાલતમાં વધુ સુધારો થવા લાગ્યો છે અને તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે. લતા મંગેશકરની દેખભાળ માટે હોસ્પિટલમાં ડોક્ટરોની એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે, જે સમયાંતરે તેમની તપાસ કરી રહી છે. પરિવારે લતા મંગેશકરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના સ્વાસ્થ્યની અપડેટ આપી છે.

પરિવારે જણાવ્યું કે, “લતા દીદી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે. ગઈકાલે સવારે જ તેમને વેન્ટિલેટર પરથી હટાવીને ટ્રાયલ લેવામાં આવેલ અને હવે તેમની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે.

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં દાખલ છે. કોરોના વાયરસનો ભોગ બન્યા બાદ તેમની તબિયત લથડી હતી અને તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરના પરિવાર તરફથી દરરોજ તેમના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી બહાર આવી રહી છે કારણ કે તેમના નિધનની અફવા સાંભળીને સેંકડો લોકો દુઃખી થયા હતા.