Site icon Revoi.in

ઔષધીય ગુણોથી ભરપૂર શિંગોડાના અઢળક ફાયદા, જાણો

Social Share

છોડ વૃક્ષની સાથે સાથે કેટલીક જડી બુટ્ટીઓ પાણીમાંથી પ્રાપ્ત થાય છે અને આવી ઔષધીય વનસ્પતિમાંથી એક છે શિંગોડા. શિંગોડાનો ઉપવાસમાં સૌથી વધારે ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે.તળાવમાં ઉગનારા શિંગોડામાં અનેક ઔષધીય ગુણો રહેલાં હોય છે. લોકો તેને મિનરલ્સનો પાવર હાઉસ કહે છે. તેને લોકો કાચું અથવા તો ઉકાળીને ખાય છે. કેટલીક જગ્યાઓ પર તેનું શાક અને અથાણું પણ બનાવીને લોકો ખાતા હોય છે.

શિંગોડામાં વિટામીન A, C અને મેંગેનીઝ, થાયમાઇન, કાર્બોહાઇડ્રેટ, ટૈનિન, સિટ્રિક એસિડ, રિબોફ્લેવિન, એમિલોજ, ફાસ્ફોરાઇલેઝ, પ્રોટીન, ફેટ વગેરે અનેક પ્રકારના પોષકતત્વો હોય છે.શિંગોડા બારે મહીના વેચાતા નથી. તે માત્ર સિમિત સમય માટે જ બજારમાં આવે છે. શિંગોડાના અનેક ફાયદા છે.

હાઈ બ્લડપ્રેશરને કરે છે નિયંત્રિત

હાઈ બ્લડપ્રેશર નિયંત્રિત કરવા માટે શિંગોડા ઔષધનું કામ કરે છે. તેમાં પોટેશિયમ આવેલું હોવાથી લોહીની નસોને આરામ મળે છે.

લોહીમાં સુગરને કરે છે નિયંત્રિત

લોહીમાં વધારે સુગરને કારણે ડાયાબીટિઝની સમસ્યા થઇ શકે છે. શિંગોડામાં પોનિફિનોલ્સ નામનું તત્વ લોહીમાં સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

કેન્સરથી બચાવવામાં મદદરૂપ

શિંગોડામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેંટ અને એન્ટી કેન્સર ગુણો ઉપલબ્ધ છે. જે કેન્સરથી બચાવવામાં મદદરૂપ થઇ શકે છે.

વજનમાં ઘટાડો

વધતા વજન અને મોટાપાની સમસ્યા અસંખ્ય બીમારીઓ સાથે લાવે છે. શિંગોડા વજન નિયંત્રિત રાખવામાં કંઈક અંશે મદદરૂપ થઇ શકે છે.