Site icon Revoi.in

એક વ્યક્તિનું રૂ.50ની સીંગ વેચવાથી લઈને કરોડો સુધીનું સામ્રાજ્ય કેવી રીતે બન્યું, જાણો

Social Share

એવું કહેવાય છે કે નસીબ જ્યારે કામ કરે ત્યારે બધુ સારુ થઈ જાય છે, જો તેનું ઉદાહરણ જોવા જઈએ તો જ્યારે કોઈ બેટ્સમેન મેચ રમી રહ્યો હોય અને તેનું નસીબ તારુ હોય ત્યારે જ્યાં બોલ પડે ત્યાં તે બેટ નથી ફેરવતો, પણ જ્યાં બેટ ફેરવે ત્યાં બોલ પડે.

આવું જ એક ઉદાહરણ છે સામાન્ય વ્યક્તિનું કે જે રૂ.50ની સીંગ વેચતો હતો અને અત્યારે તેણે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કરી દીધુ.

ગરીબોના કાજુ એટલે સીંગ. કારણ કે સીંગ ગમે તે ઠેકાણે સરળતાથી મળી જાય છે. પણ જો સીંગનું નામ પડે એટલે સૌ પહેલાં સિકંદરની સીંગ જ યાદ આવે. લગભગ એવું કોઈ નહીં હોય જેણે સિકંદરની અવનવી ફ્લેવરવાળી સીંગ ખાધી નહીં હોય!. પણ લોકોને દાઢે વળગેલી આ સીંગ કેવી રીતે બને છે એ ક્યારેય જોયું નહીં હોય. 2 વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના ખેરાળી ગામેથી સીંગ વેચવાનું શરૂ કરનાર લાખાણી પરિવારે દુનિયાના અનેક દેશોમાં સીંગ પહોંચાડી છે, એ પણ કોઈપણ જાતના બ્રાન્ડ માર્કેટિંગ વગર.

સીંગની બ્રાન્ડનું નામ સિકંદર એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે અકબરઅલીના મોટા દીકરાનું નામ સિકંદર હતું. મોટો દીકરો સિકંદર ખુદ 16 વર્ષની ઉંમરમાં પિતાના સીંગના ધંધામાં જોડાયો હતો. મોટા દીકરા સિકંદરે સીંગના હોલેસલ બિઝનેસની શરૂઆત કરી હતી.

ધંધાને વિસ્તારવા માટે સિકંદરભાઈએ પોતાની ફેક્ટરી ચાલુ કરવાનો વિચાર કર્યો હતો. વર્ષ 1991માં સુરેન્દ્રનર પાસે રતનપર બાયપાસ પર 36 હજાર સ્કવેર ફૂટમાં જગ્યા લઈને સીંગનું પ્રોડક્શન ચાલું કર્યું હતું. જાણીને નવાઈ લાગશે પણ 45 વર્ષ સુધી સિકંદર સીંગ લૂઝ પેકિંગમાં વેચાતી હતી. છેક 1996માં સિકંદર બ્રાન્ડથી સીંગ વેચવાનું શરૂ કર્યું હતું. સિકંદર સીંગની ખાસિયત તેની ક્વોલિટી છે, જેમાં ક્યારેય બાંધછોડ કરવામાં આવતી નથી. સીંગ માટેની મગફળી જૂનાગઢ અને પોરબંદરમાંથી ખરીદવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડ ઉપરાંત ડાયરેક્ટ ખેડૂતો પાસેથી પણ ખરીદી કરવામાં આવે છે.

આજે ગુજરાત જ નહીં સિકંદર સીંગ વર્લ્ડ ફેમસ બની ગઈ છે. અમેરિકા, કેનેડા સહિત વિશ્વના 7 દેશોમાં સિકંદર સીંગનું એક્સપોર્ટ થાય છે. કોઈ પણ માર્કેટિંગ વગર હાલ 19 કરોડોનો વાર્ષિક બિઝનેસ કરે છે.

વાત એવી છે કે મહેનત+નસીબ= સફળતા. જ્યારે ઘોડાની રેસમાં એક ઘોડો જીતે છે અને બાકીના હારે છે ત્યારે તે પોઈન્ટ સેકન્ડથી હારે છે તો એ સમયે કહેવાય કે અન્ય ઘોડા મહેનતથી નહીં પણ નસીબથી હારે છે.