Site icon Revoi.in

મહિલાઓના નખની સુંદરતા વધારતી નેલ પોલિશના જાણો અન્ય ફાયદા

Social Share

નેલ પોલિશ એવી વસ્તુ છે જે દરેક યુવતી- સ્ત્રી નખની સંદરતા વધારવા માટે ઉપયોગ કરે છે. એટલું જ નહીં વિવિધ કલરની નેલ પોશિલનું કલેકશન પણ હોય છે. જો કે, નખની સુંદરતા વધારવાની સાથે નેલ પોલીશ અન્ય કામમાં પણ ઉપયોગી સાબિત થાય છે.

જ્વેલરી કાળી પડી જાય અથવા તેને પહેરવાના કારણે સ્કીન એલર્જી થાય ત્યારે ટ્રાન્સપેરંટ નેલ પોલિશ ઉપયોગી સાબિત થાય છે. ટ્રાન્સપેરંટ નેલ પોલિશને સંપર્કમાં આવતા જ્વેલરીના એ હિસ્સા ઉપર લગાવવી જોઈએ. જેથી જ્વેલરી કાળી નહીં પડે અને સ્કિન ઉપર કોઈ પણ પ્રકારની એલર્જી નહીં થાય.

ઓફિસ અને ક્યાંક બહાર ફરવા જતી વખતી યુવતીઓને ડ્રેસને મેચ કરતી જ્વેલરી મળતી નથી. આવા સમયે ડ્રેસના મેચિંગની નેલ પોલિશ લઈને જ્વેલરી ઉપર લગાવવાથી મેચિંગ જ્વેલરી તૈયાર થઈ જાય છે.

કપડા લટકાવવાની હેંગર ખરાબ થઈ ગઈ હોય અને કપડાં ગંદા થતા હોય તો આવા હેંગરને ફેંકી ના દેવા જોઈએ. પરંતુ તેને નેલ પોલિશ લગાવીને વધારે સંદર બનાવી શકાય છે. તેમજ કપડાને ખરાબ થતા પણ અટકાવી શકાય છે.

ડ્રેસ કે શર્ટના બટન તુટી જાય તો કપડાનો લુક ખરાબ થઈ જાય છે. આવા બટન પર ટ્રાંસપરન્ટ નેલ પેઈંટ કરી દેવી તેનાથી બટન તુટશે નહીં. જો કે, આ કાપડ ધોવાથી બટન ઉપર લગાવેલી નેલ પોલિશ નીકળી જશે. એટલે જ્યારે પણ કપડાં પહેરો ત્યારે બટન ઉપર નેલ પોલિશ લગાવવી જોઈએ

ઘણીવાર એવું બને છે કે ટૂલ બોક્સ જેવી વસ્તુઓના પેચ ઢીલા થઈ જાય છે. આવી સ્થિતિમાં પેચને ટાઈટ રાખવા હોય તો તેના પર નેલ પોલિશ કરી દેવી. તેનાથી તે ક્યારેય ઢીલા થશે નહીં.