Site icon Revoi.in

અભિનેત્રી કરીના કપૂર નખ ચાવે છે,તો આમિર ખાનને નથી ગમતું ન્હાવાનું, સ્ટાર્સની આવી આદતો જાણીને તમને લાગશે નવાઈ

Social Share

મુંબઈઃ- આપણામાંથી ઘણા લોકોને અલગ અલગ આદત હોય છે, જેમ કે કોઈને ન્હાવાનું ગમતું નથી, તો કોઈ નવરા હોઈ વિચારમાં બેઠા હોય તો દાંતમાં આંગળી દબાવીને નખ ચાવતું હોય છે. તો વળી કોઈ આમ જ બેઠા બેઠા પગ હલાવતું હોય છે, જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આવી જ આદતો બોલિવૂડના ઘણા સ્ટાર્સને પણ છે.

બોલિવૂડની એવી હસ્તીઓ કે જે તેના નામથી જ ઓળખાઈ છે, બોલિવૂડમાં જેનું ખૂબ મોટૂ નામ છે એવા લોકો ને પણ આવી અવનવી આદતો પડી છે. જેમણે આ બધી બાબતોનો ખુલાસો કોઈને કોઈ ઈન્ટર્વ્યૂમાં કર્યો હતો,તો ચાલો જાણીએ કયા સ્ટાર્સને કઈ આદત છે.

કરિના કપૂરઃ-

જો તમને નખ ચાવવાની આદત છે તો જાણી લો કે તમારી આ ગંદી આદત પણ કરીના કપૂર ખાન જેવી જ છે. નવાબ બેગમ કરીના કપૂર ખાન પણ વારંવાર પોતાના નખ ચાવતી જોવા મળે છે. તે અનેક પ્રસંગોએ પોતાના દાંત વડે નખને ચાવતી કેમેરામાં કેદ થઈ છે.

પ્રિતી ઝિન્ટાઃ-

કોઈને આદત હોય છે કે વોશરુમ કે બાથરુમમાં જાય તે પહેલા બાલ્ટી ભરી ભરીને પાણીથી સાફ કરે અને પછી જ તે વોશરુમ પોતે યૂઝ કરે, આવી જ આદત છે પ્રિતી ઝિન્ટાને,બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા સ્વચ્છતાને લઈને ખૂબ જ ચિંતિત છે. તે હંમેશા સ્વચ્છ બાથરૂમ ઈચ્છે છે, તેથી તે વારંવાર બાથરૂમ સાફ કરતી રહે છે. આ તેમની પ્રિય કૃતિઓમાંની એક છે.

આમિર ખાનઃ-

હાલ ઠંડીની સિઝન શરુ થી છે ઘણા લોકો એવા છે કે જેમને ન્હાવાનું બિલકૂલ પમ ગમતું નથી, જો કે તમારી આ આદત મિસ્ટર પરફેક્ટનિસ્ટ સાથે મળતી આવે છે, જી હા આમિર ખાનને પમ ન્હાવાનું એટલું ગમતું નથી,આમિર ખાનને રોજ નહાવાનું પસંદ નથી. આમિરની પૂર્વ પત્ની કિરણ રાવે કહ્યું હતું કે આમિરને સ્વચ્છતા બહુ પસંદ નથી, તેને ક્યારેક-ક્યારેક જ નહાવાનું પસંદ છે.

Exit mobile version