Site icon Revoi.in

દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલે ફરી બની શકે છે ટીમ ઈન્ડિયાના હેડ કોચ, કોહલીની વધશે મુશ્કેલી, 4 વર્ષ પહેલા થઈ હતી અનબન

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં ટીમ ઈન્ડિયાને લઈને ઘણા સમાચારો આવી રહ્યા છે, તેમા થનાર ફએરબદલાવ પર લોકોનું ધ્યાન કેન્દ્રીત થી રહ્યું છે, જેમાં ખાકરીને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધર આગામી ટી 20 વર્લ્ડ કપ બાદ તેમનો કાર્યસમય પુરો કરી રહ્યા છે. ત્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે વિરાટની મુશ્કેલીઓ પણ વધવા જઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે બીસીસીઆઈના ભારતના પૂર્વ લેગ સ્પિનર ​​અનિલ કુંબલેને ફરી એક વખત ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવવા માંગે છે અને આ માટે તેમનો સંપર્ક કરવાની તૈયારી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં કુંબલેએ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ મીડિયામાં તેમની અને કોહલી વચ્ચે અણબનાવના સમાચાર સામે આવ્યા હતા. વિરાટ કોહલીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તે ટી 20 વર્લ્ડ કપ 2021 પછી ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દેશે.

ચાર વર્ષ પહેલા કુંબલેએ મુખ્ય કોચ પદ છોડ્યા બાદ કોહલીએ રવિ શાસ્ત્રીને તેના સ્થાને ટેકો આપ્યો હતો.મીડિયા રિપોર્ટ પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશિત પેનલની ભલામણોને પગલે કુંબલેને પરત લાવવાના માર્ગોની શોધ કરવામાં આવી રહી છે. કોહલીએ ટી 20 ની કેપ્ટનશીપ છોડી દીધી હોવાથી, બીસીસીઆઈને ખાતરી છે કે ટીમને નવા કોચની જરૂર છે. ગુરુવારે કોહલીના રાજીનામા બાદ એક સમાચાર પત્રમાં બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું હતું કે બોર્ડ પાસે ટીમ ઈન્ડિયા માટે સ્પષ્ટ રોડમેપ દેખાઈ રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે BCCI ના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી ઇચ્છતા હતા કે કોહલીના મતભેદો હોવા છતાં કુંબલે આ પદ પર ચાલુ રહે. તે સમયે તેઓ BCCI ની ક્રિકેટ સુધારણા સમિતિના સભ્ય હતા. કુંબલેને જૂન 2016 માં કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારત તેના કોચના નેતૃત્વમાં 2017 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું હતું. ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કુંબલે હાલમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સના મુખ્ય કોચ છે

Exit mobile version