Site icon Revoi.in

યુપીના વારાણસીમાં ફેલાયો લેપ્ટોસ્પાયરોસીસ રોગ , ઉંદરથી ફેલાતા આ રોગથી 10 બાળકો સંક્રમિત

Social Share

લખનૌઃ-  ઉત્તરપ્રદેશમાં લેપ્ટોસ્પાયરોસીસે કહેર ફેલાવ્યો છે ખાસ કરીને હવે ઉંદરથી ફેલાતા આ રોગે વારાણસીમાં પણ દસ્તક આપી છે. આ રોગ ઉંદરોથી થાય છે. માત્ર બાળકોને સંક્રમિત કરી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વારણસીમાં હાલ આ રોગથી 10થી વધુ બાળકો અસરગ્રસ્ત થયા છે. આ સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલોમાં આ બાળકોની સારવાર ચાલી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

ચેતગંજની યુવતીને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોએ ટેસ્ટ કરાવ્યો, પરંતુ રોગની ખબર પડી ન હતી. આ પછી, C રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ કરવામાં આવ્યો.આ રિપોર્ટ બાદ ડોક્ટરોમાં ચિંતા વઘી છે.

જાણકારી પ્રમાણે શંકાના આધારે તેણે લેપ્ટોસ્પાયરોસીસ માટે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સીએમઓ ડો.સંદીપ ચૌધરીએ જણાવ્યું  કે લેપ્ટોસ્પાયરોસીસ અંગે  માહિતી મળી છે. બાળરોગ ચિકિત્સકોને ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 2013મા પણ આ પ્રકારના કેસ સામે આવ્યા હતા.