Site icon Revoi.in

દરરોજ 2 ચમચી ગાયનું ઘી ખાવાથી મૂળમાંથી દુર થશે આ સમસ્યા, જાણો અન્ય સ્વાસ્થ્ય લાભ

Social Share

દેશી ઘી વગર ભારતીય ખોરાક અધૂરો માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો એવા છે કે જેઓ ઘીનું નામ લેતા જ મોં સંકોચાઈ જાય છે. કારણ કે તેઓને વજન વધવાનો ડર રહે છે. જો ઘીનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તે તમારું વજન જરાય વધારશે નહીં. આની મદદથી તમે અનેક ખતરનાક રોગોથી દૂર રહેશો. આ સાથે ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

ગાયના ઘીમાં ઘણા પોષક તત્વો તેમજ વિટામિન એ, ડી, કે, કેલ્શિયમ, ફોસ્ફરસ, ખનિજો, પોટેશિયમ જેવા એન્ટીઓકિસડન્ટો હોય છે. આ ઉપરાંત ઓમેગા 3 અને ઓમેગા 9 જેવા ફેટી એસિડ પણ તેમાં જોવા મળે છે. ચાલો જાણીએ ગાયનું ધી ખાવાના અનેક ફાયદા.

પિત્ત અને કફ
જો તમને પિત્ત અથવા કફને લગતી કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારા નાકમાં ગાયનાં ઘીનાં થોડા ટીપાં નાંખો. તેનાથી તમને લાભ મળશે.

હિંચકી બંધ કરવા

જો તમને સતત હિચકી આવે છે, તો પછી અડધો ચમચી ગાયનું ઘી ખાઓ. તમને આનાથી તાત્કાલિક રાહત મળશે.

નબળાઈ માટે

જો તમને ઘણી નબળાઇ છે, તો પછી એક ગ્લાસ દૂધમાં અડધો ચમચી ઘી અને ખાંડ અથવા મધ નાખીને સેવન કરી શકો છો.

સંધિવાની સારવારમાં અસરકારક

આયુર્વેદ મુજબ, સંધિવાનાં દર્દીઓ ઘી સાથે તેમના સાંધાની માલિશ કરે છે.તેનાથી સોજો ઓછો થશે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

ઘીમાં બ્યુટ્રિક એસિડ તેમ જ વિટામિન એ અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે તમારી પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે.

કેન્સરથી કરશે બચાવ

ઘી વિટામિન એ ની સાથે એક શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ હોવાનું જાણવા મળે છે. જે તમને કોલોન કેન્સરથી બચાવે છે.

હાડકાંઓને કરે છે મજબૂત

ઘીમાં કેલ્શિયમ ઉપરાંત વિટામિન કે પણ હોય છે જે તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

એનર્જી લેવલમાં વધારો

ઘીમાં ફેટી એસિડ ઉપરાંત વિટામિન એ, ડી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં શક્તિ વધારવાની સાથે ઉર્જા આપવામાં મદદ કરે છે.

દરરોજ શાકભાજી અથવા દાળ ખાતી વખતે ઓછામાં ઓછા 2 ચમચી ઘીનું સેવન કરો. જે લોકોને હૃદય, શુગર અથવા અન્ય ગંભીર સમસ્યાઓ છે, તેઓએ ઘીનું સેવન કરતા પહેલા એકવાર ડોક્ટરનો સંપર્ક કરવો જ જોઇએ.

(દેવાંશી)