Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ જામ્યો છે, સતત 3 દિવસના વરસાદ બાદ આજે વરસાદે વિરામ લીધો હતો. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં 207 જેટલા જળાશયોમાં 90 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

રાજ્યભરમાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને પૂર્વવત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જતા સાથે કામ કરી રહ્યું છે. રાજ્યમાં ગત 3-4 દિવસોના પ્રમાણમાં આજથી વરસાદનું જોર ઘટતુ જોવા મળશે. હવામાન વિભાગના મતે કચ્છ, જામનગર, દ્વારકા , પોરબંદરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદનો જોર નહિવત જોવા મળશે. ગઈકાલે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જ 4 ઇંચથી વધુ, જ્યારે માત્ર 3 જ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકા પૂર્ણ થયો છે. વરસાદ પ્રભાવિત 9 જિલ્લામાં કુલ 16,360થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 1079 લોકોને રેસક્યું કરાયુ છે. રાજ્યમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યમાં 90 જેટલા જળાશયો હાઈએલર્ટ ઉપર મુકવામાં આવ્યાં છે.