Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં આકાશી વીજળીનો કહેર,7 મહિલા સહિત 9 લોકોના મોત

Social Share

ભોપાલ: મધ્યપ્રદેશમાં વરસાદી વાતાવરણની સાથે સાથે વીજળીની પણ અસર જોવા મળી છે. મધ્યપ્રદેશમાં વરસાદી વાતાવરણ તો છે જ પણ તેવામાં ભારે વીજળીએ કેટલાક લોકોનો ભોગ લીધો છે. જાણકારી અનુસાર સોમવારે મધ્યપ્રદેશના બે જિલ્લામાં વીજળી પડવાથી 7 મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા હતા. તે જ સમયે 4 લોકો ઘાયલ થયા છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર ટ્વિટ કરતા જણાવ્યું હતું કે દેવાસ અને અગર માલવા જિલ્લામાં વીજળી પડવાથી ઘણા અમૂલ્ય જીવનના અકાળે મૃત્યુ અંગે દુ:ખદ સમાચાર પ્રાપ્ત થયા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ સહન કરવાની શક્તિ આપે. નમ્ર શ્રદ્ધાંજલિ.

આ ઉપરાંત સીએમ શિવરાજ સિંહ ચૌહાણે બંને જિલ્લાના કલેક્ટરોને એક્સ-ગ્રેશિયા રકમ આપવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપશે. ઘટના સમયે ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા.

આ ઘટના દેવાસ અને અગર માલવા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ બની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બપોરે દેવાસ જિલ્લાના ડેરિયા ગુડિયા, ખાલ અને બામની ગામમાં વીજળી પડવાની ત્રણ અલગ અલગ ઘટનાઓમાં પાંચ મહિલાઓ સહિત નવમાંથી છ લોકોના મોત થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બામણી ગામમાં સોયાબીન કાપતા મજૂરો તથા મોહાય જાગીર ગામમાં ખેતરમાં સોયાબીન એકત્ર કરવા ગયેલા રામસ્વરૂપ, માયા બાઈ, ટીના ભાઈ, વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા.