Site icon Revoi.in

બાળકોની જેમ સાન્તાક્લોઝ પણ ખાવાના છે શોખીન,અહીં જાણો કેવા પ્રકારના ખોરાકને ખાવાનું કરે છે પસંદ

Social Share

આવતીકાલે 25 ડીસેમ્બર છે ત્યારે સમગ્ર વિશ્વમાં નાતાલના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ક્રિસમસના દિવસે સાન્તાક્લોઝ બાળકોને ગિફ્ટ આપવા માટે આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સાન્તાક્લોઝ બાળકોની જેમ ખાવાના શોખીન છે. તો આજે તે કેવા પ્રકારના ખોરાકને ખાવાનુ પસંદ કરે છે તે જાણીશું

નાના બાળકોની જેમ જ સાન્તાક્લોઝને દૂધ અને કૂકીઝ ખૂબ જ પસંદ છે.ચોકલેટ મિલ્ક સિવાય સાન્તાક્લોઝ અન્ય ફ્લેવર્ડ મિલ્ક પીવાનું પણ પસંદ કરે છે.દૂધ સિવાય સાન્તાક્લોઝને ઘણાં હેવી ડ્રિંક્સ પીવાનું પસંદ છે.જેમા સાંતાને શેરી, બીયર, જેવા પીણા પીવાના શોખીન છે.આ સિવાય તેમને ઈંગ્લેન્ડમાં સાન્તાક્લોઝ મુલ્ડ વાઈન અને વ્હિસ્કી પણ પીરસવામાં આવે છે

નાના બાળકોને ચોકલેટ, કૂકીઝ અને બિસ્કીટ ખાવાના શોખીન હોય છે. તેવી જ રીતે સાન્તાક્લોઝ પણ આ વસ્તુઓ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. સાન્તાક્લોઝ ચોકલેટ ચિપ કૂકીઝ અને જીંજર બ્રેડ પણ ખાવાનુ પસંદ કરે છે.સાન્તાક્લોઝને Eggnog નામનું ડ્રિન્ક પીવાનુ ગમે છે. આ ડ્રિન્ક દૂધ, એગ યોલ્ક , ખાંડ અને ભારે ક્રીમમાંથી બનાવવામાં આવે છે. આ ડ્રિન્ક ક્રિસમસ પર અન્ય લોકો પણ ખૂબ જ ઉત્સાહથી પીવે છે.