Site icon Revoi.in

પાવરફૂલ પાસપોર્ટની યાદી જાહેર – UAE પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી તો ભારત આ બાબતે 69મા સ્થાન પર

Social Share

દિલ્હીઃ- ભારતના પાસપોર્ચની જો વાત કરીએ તો તે સૌથી પાવરફૂલ પાસપોર્ટની યાદીમાં ઘણો પાછળ છે તેમ કહીએ તો ખોટૂ કંઈ નથી,આર્ટન કેપિટલે 2022માં વિશ્વના સૌથી શક્તિશાળી અને નબળા પાસપોર્ટ ધરાવતા દેશોનું લિસ્ટ જારી કર્યું છે.

જારી કરવામાં એવલા આ લિસ્ટમાં UAEના પાસપોર્ટને સૌથી પાવરફૂલ દર્શાવવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ભારતનો પાસપોર્ટ 69માં ક્રમે છે. જ્યારે પાકિસ્તાન 94 અને બાંગ્લાદેશ 92માં સ્થાને છે.સતત ત્રીજા વર્ષે, યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) પાસપોર્ટ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ટોચ પર છે, જ્યારે ભારત 69માં ક્રમે છે.

આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર તે ટોપ-ટેનમાં છે. યુરોપિયન દેશો દ્વારા પ્રભુત્વ.ઇન્ડેક્સ મુજબ, UAE પાસપોર્ટ દ્વારા, પ્રવાસીઓ 180 દેશોમાં મુશ્કેલી વિના પ્રવેશ કરી શકે છે  આ સાથે જ ભારતીય નાગરિકો 24 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે. જ્યારે 48 દેશોમાં ભારતીય નાગરિકોને વિઝા ઑન અરાઈવલની સુવિધા મળશે. આ સિવાય ભારતીય નાગરિકોને 126 દેશમાં જવા માટે વિઝાની જરૂર પડશે.

10 યુરોપિયન દેશ જેમ કે, જર્મની, ઈટલી, ફ્રાન્સ, સ્પેન, લક્જમબર્ગ, ઉત્તર કોરિયા સહિત કુલ 11 દેશો સામેલ છે. આ તમામ દેશોના નાગરિકો 126 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. જ્યારે તેમને 47 દેશોમાં વિઝા ઑન અરાઈવલની સુવિધા મળશે.

જો પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાનને આ લિસ્ટમાં 94મા સ્થાને છે. અહીંના નાગરિકોને માત્ર 10 દેશોમાં જ વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે. જ્યારે 154 દેશોમાં પ્રવેશ માટે વિઝા મેળવવાની જરૂર રહેશે.આ લિસ્ટમાં અમેરિકા અને બ્રિટનને ક્રમશ: ત્રીજા અને ચોથા સ્થાને રાખવામાં આવ્યા છે. અમેરિકન નાગરિકો 116 દેશ, જ્યારે બ્રિટિશ નાગરિકો 118 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે.