Site icon Revoi.in

ગોવામાં 21 જૂન સુધી લંબાવાયું લોકડાઉનઃ-સવારથી લઈને બપોર સુધી ખુલશે દુકાનો

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, અનેક વિસ્તારોમાં પાબંધિઓ લગાવવામાં આવી હતી, ત્યારે કોરોનાનું સંક્રમણ ઓછુ થતા જ લોકડાઉન અનલોક કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે કેન્દ્ર સાશિત પ્રદેશ ગોવામાં લોકડાઉન 21 જૂન સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગોવા સરકારે કોરોના કર્ફ્યુની સમય મર્યાદા 21 જૂન સુધી લંબાવવામાં આવી ચૂકી છે. કેન્દ્ર સાશિત પ્રદેશ ગોવાના મુખ્યમંત્રી સાવંતે ટ્વિટર પર આ અંગે માહિતી આપતાંતે કહ્યું કે પંચાયત અને નગરપાલિકા વિસ્તારોમાં આવેલી દુકાનોને પણ સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

આ સાથે જ લગ્ન પ્રસંગોમાં 50 લોકોને છૂટ આપવામાં આવી છે, તેની વિગતવાર માહિતી જિલ્લા મેજિસ્ટ્રેટ્સ દ્વારા જારી કરવામાં આવશે.પ્રદેશ ગોવામાં વિતેલા દિવસને શનિવારે કોવિડ -19 ના 472 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 1 લાખ 62 હજાર 048 થઈ ચૂકી છે, જ્યારે મૃત્યુને કારણે મૃત્યુની સંખ્યા વધીને 2914 થઈ ગઈ છે.