Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ખેડબ્રહ્મામાં પ્રિસાઈન્ડીંગ ઓફિસરની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયાં

Social Share

ખેડબ્રહ્મા: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આવતીકાલે મંગળવારે મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી મતદાન કરવા આવતા મતદારો અને ચૂંટણી કર્મચારીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભામાં ફરજ બજાવતા પ્રિસાઈન્ડીંગ ઓફિસની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિનેશ વણકરને ખેડબ્રહ્મા ખાતે ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. દરમિયાન આજે તેમની અચાનક તબિયત લથડી હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. પ્રિસાઈન્ડીંગ ઓફિસરની તબિયલ લથડતા તાત્કાલિક 108ની ટીમને બોલાવવામાં આવી હતી. આ બનાવની જાણ થતા 108ની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પ્રિસાઈન્ડીંગ ઓફિસરે અગાઉ પોતાને હાર્ટએટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તેમને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ લઈ જવાયાં હતા.