Site icon Revoi.in

લંડનનો 144 વર્ષ જુનો અને જાણીતો ટ્રેન્ડિંગ હોલ હવે કાયમી ધોરણે થશે બંધ

Social Share

વિશ્વભરમાં ઘાતુઓ માટે બેંચમાર્ક ભાવ નક્કી કરનારા લંડન મેટલ એક્સચેંજનો ઓપન ટ્રેન્ડિગ ફ્લોર કાયમી ઘોરણે બંઘ થવા જઈ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે,આ હોલ 144 વર્ષ જૂનો છે. 144 વર્ષથી તેમાં કોપર, જસત અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓની કિંમતો નક્કી કરવામાં આવી છે. આ સમય દરમિયાન, બ્રિટેનના અર્થતંત્રની જરૂરિયાતોને પુરી કરવા માટે ઘણી વખત આ હોલને આધુનિકબનાવવામાં આવ્યો છે. લંડન મેટલ એક્સચેંજ એ કોમોડિટીના સૌથી મોટા મેટલ એક્સચેંજમાંથી એક છે.

લંડન મેટલ એક્સચેન્જ એ વિશ્વમાં આ પ્રકારનું એક જ ટ્રેન્ડિંગ ફ્લોર બચ્યો હતો, જ્યાં સામસામે અવાજ કરીને અને હાથના હાવભાવથી સામસામે સોદા કરવામાં આવતા હતા. કોરોના વાયરસ મહામારીને ફેલાવવાથી રોકવા માટે પ્રથમ લોકડાઉન દરમિયાન ટ્રેડિંગ હોલ બંધ કરાયો હતો અને હવે આ લંડન મેટલ એક્સચેંજ દ્વારા કાયમી ઘોરણે બંધ કરવામાં આવી રહ્યો છે. કોપર, જસત અને એલ્યુમિનિયમના દર અહીંથી નક્કી કરવામાં આવ્યા હતા.

આ હોલની સ્થાપના 1877માં કરવામાં આવી હતી

આ હોલ બંધ થયા બાદ હવે ધાતુઓનો વેપાર હવે ફક્ત ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા કરવામાં આવશે. એલએમઈના મેનેજમેન્ટે મંગળવારના રોજ આ અંગેની જાણકારી આપી હતી. લંડન મેટલ એક્સચેંજનો આ ટ્રેડિંગ હોલ વર્ષ 1877 માં સ્થાપિત કરવામાં આવ્યો અહી આ હતો અને ત્યારથી વેપાર ચાલુ છે.

આ હોલમાં વેપાર દરમિયાન અહીં રાખવામાં આવેલા લાલ રંગના સોફા પર સતત બેસવું જરૂરી હોય છે. લંડન ચેમ્બર ઓફ એક્સ્ચેંજના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મેથ્યુ ચેમ્બરલેને જણાવ્યું છે કે, તમે રિંગને પ્રેમ કર્યા વિના એલએમઇ પર કામ કરી શકતા નથી. તે આપણા ઇતિહાસ અને આપણી સંસ્કૃતિનો મોટો ભાગ રહ્યો છે. પરંતુ હવે ઉદ્યોગ આગળ વધ્યો છે અને આપણે પણ આગળ વધવું પડશે.

સાહિન-