Site icon Revoi.in

ભૂખ ના લાગવી એ પણ મોટી બીમારીનું લક્ષણ, મળે છે અનેક સંકેત

Social Share

અચાનકથી કોઈ વ્યક્તિને ભૂખ નથી લાગી રહી તો ખરેખર એક સમસ્યા છે. કેમ કે એક માણસ આખા દિવસમાં 3-4 વાર ખાવાનું ખાય છે. પેટ ભરવાથી જ શરીરને એનર્જી મળે છે. એક માણસની અચાનકથી ભૂખ મરી ગઈ છે, તેને દરેક સમયે પેટ ભરેલુ લાગે છે. પછી આ એક સમસ્યા વાળી વાત છે. જેથી સમયનો વિલંબ કર્યાં પહેલા જ સારા તબીબને મળીને યોગ્ય ઉપચાર કરાવવો જોઈએ.

• કિડનીની બીમારી અને ભૂખ ના લાગવા વચ્ચેનું કનેક્શન
કિડની આપણા શરીરનું ખુબ મહત્વપૂર્ણ અંગ છે. દરરોજ 180 લીટર બ્લડને ફિસ્ટર કરે છે. એટલુ જ નહી આ રેડ બ્લડ સેલ્સને બનાવવા, બ્લડ પ્રેશરને સરખુ રાખવા વાળા હાર્મોન્સ ઉત્પન્ન કરવાની સાથે, કિડની શૌચાલય દ્વારા શરીરમાંથઈ કચરો દૂર કરવાનું કામ પણ કરે છે.
જો આટલુ કામ કરતા અંગમાં થોડી પણ ખામી હોય તો તે શરીરને સંકેત આપવા લાગે છે. ભૂખ ના લાગવાની બીમારીને એનોરેક્સિયા કહે છે. કિડનીમાં ખરાબી કે કિડની સબંધિત બીમારીના આ શરુઆતી સંકેત હોય શકે છે.

• કિડની ડિજીજ અને ભૂખ વચ્ચેની લિંક
ક્રોનિક ડાયલિસિસ કિડનીની બીમારીમાં ત્રીજા ભાગના દર્દીઓ ભૂખની ફરિયાદ કરે છે. કિડની ડિજીજમાં ગ્લોમેરુલર ફિલ્ટ્રેશનના કારણે પણ ભૂખની કમી થાય છે.

• ભૂખ ના લાગવાનું કારણ શું છે?
ભૂખ અને કુપોષણની ખોટ, વિટામિન અને ઈલેક્ટ્રોલાઈટ્સની કમીના લીધે પણ ભૂખની કમી થાય છે. જેના કારણે બીમારીઓનું જોખમ પણ વધતુ રહે છે.