Site icon Revoi.in

આ મહિલાને માત્ર 500 રુપિયાની ટિકિટમાં લાગી આટલા કરોડની લોટરી – કહ્યું, લાઈફમાં આટલા જીરો ક્યારેય નથી જોયા

Social Share

દિલ્હીઃ-વડીલોના આશર્વાદ ઘણી વખત એવા ફળી જાય છે કે આપણે માલામાલ થઈ જઈએ છે, બસ આવી જ એક ઘટના બનવા પામી છે પશ્ચિમ બંગાળના આસનસોલમાં રહેતી એક મહિલા સાથે. આ મહિસાએ તેના સસરાના કહેવા પર 500 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી. હવે મહિલાને અ 2.5 કરોડ રૂપિયાનું પહેલું ઇનામ મળ્યું છે. ઈનામ બાદ મહિલાએ એ કહ્યું કે મેં મારા જીવનમાં આટલા બધા જીરો ક્યારેય આજથી પહેલા જોયા નથી.

મળતી માહિતી મુજબ આ લોટરી આસનસોલની રહેવાસી 48 વર્ષીય સંગીતા ચૌબેને લાગી  છે. તેમણે કહ્યું કે મેં મારા જીવનમાં આટલી મોટી રકમ મેળવવાનું સ્વપ્ન પણ નથી જોયું, પરંતુ તે વાસ્તવિકતા બની ગઈ છે. તેણે કહ્યું કે,આ ઈનામ જીવનમાં એક નવી આશાની કિરણ લાવ્યુ છે. સંગીતા બાળકોને ક્લે,મોડેલિંગ અને ડ્રોઇંગ શીખવે છે.

સંગીતા કહે છે કે તેના સસરા ઘણા લાંબા સમયથી તેને  લોટરીની ટિકિટ ખરીદવાનું કહેતા હતા, પરંતુ તેણે ઘણી લયકત તેમની વાતને ટાળી હતી. એકજ વાત વારંવાર કહેવાથઈ સંગીતાએ આ વખતે પંજાબ રાજ્યના નવા વર્ષ લોહરી બમ્પર -2021 માટે લોટરી ટિકિટ ખરીદી અને પ્રથમ ઇનામ જીત્યું. સંગીતાએ કહ્યું કે મારા સસરા ઘણા સમયથી લોટરીની ટિકિટ ખરીદે છે, પરંતુ તે આટલું મોટું ઇનામ ક્યારેય જીતી શક્યા નથી.

મળતી માહતી મુજબ લોટરી ટિકિટમાં ઇનામની રકમ મેળવવા માટે સંગીતાએ ટિકિટ અને જરૂરી દસ્તાવેજો ચંદીગઢના લોટરી વિભાગને જમા કરાવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે તેમને ટૂંક સમયમાં ઇનામ આપવામાં આવશે. સંગીતાના પતિ ખાનગી નોકરી કરે છે. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. આ ઇનામની રકમ બાળકોના ભાવિષ્ય માટે કામમાં લાગશે

સાહિન-