Site icon Revoi.in

પ્રેમ,રોમાંસ,જુસ્સો અને પિતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ…આ બધું છે જર્સીના બીજા ટ્રેલરમાં

Social Share

મુંબઈ:શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર અભિનીત જર્સી 14 એપ્રિલે રિલીઝ થવાની છે.ફિલ્મ ‘જર્સી’ તેલુગુ ફિલ્મની રીમેક છે,આ ફિલ્મને સાઉથમાં પણ ઘણો પ્રેમ મળ્યો છે.આ સાથે આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલરમાં શાહિદ ખૂબ જ જોરદાર દેખાઈ રહ્યો છે.ટ્રેલરની શરૂઆત જ ચોગ્ગા અને છગ્ગાથી થાય છે.આ પછી ક્રિકેટર અર્જુન તલવારના સંઘર્ષની કહાની બતાવવામાં આવી છે, કેવી રીતે 36 વર્ષનો વ્યક્તિ સખત મહેનતથી મોટું સ્થાન હાંસલ કરે છે.ટ્રેલરમાં પ્રેમ, રોમાંસ, જુસ્સો અને પિતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે.જર્સીનું આ બીજું ટ્રેલર છે.આ પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.

દેશમાં કોરોનાનો ખતરો ઝડપથી વધ્યા બાદ ફિલ્મની રિલીઝને આગળ વધારવામાં આવી હતી.પહેલા આ ફિલ્મ 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, હવે આ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં ધમાલ મચાવશે.આ ફિલ્મમાં શાહિદ 36 વર્ષના નિષ્ફળ ક્રિકેટર અર્જુન તલવારનું પાત્ર ભજવી રહ્યો છે, જે પોતાના પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે ક્રિકેટના મેદાન પર કમબેક કરે છે. આ ફિલ્મમાં તેની સાથે મૃણાલ ઠાકુર છે.

 

Exit mobile version