Site icon Revoi.in

ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો, 12મીથી 14મી ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. બુધવારે પણ લોકોએ શીત લહેરનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ ઉષ્માતામાન  20 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતુ.  જેમાં સૌથી ઓછું 9.8 ડિગ્ર લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. હવે રાજ્યમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. દરમિયાન આગામી 12મી ડિસેમ્બરથી 14મી ડિસેમ્બર દરમિયાન માવઠુ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા મિચૌંગ વાવાઝોડાની ભારે અસર હવામાન પર જોવા મળી રહી છે. તેની અસર છેક ગુજરાતના હવામાનને પ્રભાવિત કરી રહી છે. ગુજરાતમાં પણ સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. બીજી બાજુ, અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ આકાર લઈ રહી છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળશે. તેમજ વહેલી સવારે ધુમ્મસ જોવા મળશે. સાથે જ  ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર પૂર્વિય પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે. અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ સર્જાશે. તેના લીધે 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં બુધવારે લઘુત્તમ અમદાવાદમાં 17.5 ડિગ્રી, ડીસામાં 14.6, ગાંધીનગરમાં 16, વલ્લભ વિદ્યાનગરમાં 17.6, વડોદરામાં 18, સુરતમાં 20, વલસાડમાં 21, ભુજમાં 15, નલિયામાં 9.8, કંડલા પોર્ટમાં 17.9, અમરેલીમાં 17.8, ભાવનગરમાં 19.4, દ્વારકામાં 18.4, ઓખામાં 21.4, પોરબંદરમાં 18.6, રાજકોટમાં 16.6, વેરાવળમાં 20.1, સુરેન્દ્રનગરમાં 17.2, મહુવામાં 18.5 અને કેશોદમાં 18.2 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન અમદાવાદમાં 27.8, ડીસામાં 28.5, ગાંધીનગરમાં 27.8, વલ્લભ વિદ્યાનગરમાં 27.9, વડોદરામાં 29, સુરતમાં 30.2, વલસાડમાં 32.6, ભુજમાં 28.9, નલિયામાં 28.6, કંડલા પોર્ટમાં 29.4, અમરેલીમાં 28.4, ભાવનગરમાં 27.6, દ્વારકામાં 29, ઓખામાં 28.4, પોરબંદરમાં 31, રાજકોટમાં 29.5, વેરાવળમાં 30.8, સુરેન્દ્રનગરમાં 28.8, મહુવામાં 29.4 અને કેશોદમાં 29.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. (file photo)