Site icon Revoi.in

LPG કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો,209 રૂપિયા થયો મોંઘો

Social Share

દિલ્હી: ઓક્ટોબર મહિનો આજથી શરૂ થયો છે ત્યારે આ સાથે લોકોને મોંઘવારીનો માર પણ લાગ્યો છે. વાસ્તવમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1 ઓક્ટોબર 2023થી વધી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો કર્યો છે અને તે અંતર્ગત 19 કિલોનો સિલિન્ડર 209 રૂપિયા મોંઘો થઈ ગયો છે.

ઓક્ટોબર મહિનામાં નવરાત્રી, દશેરા જેવા તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારો પહેલા જ ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો કરી દીધો છે. સૂત્રોને ટાંકીને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 209 રૂપિયાના તાજેતરના વધારા બાદ નવી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1 ઓક્ટોબરથી 1,731.50 રૂપિયા થઈ જશે. અગાઉ, 1 સપ્ટેમ્બરથી કંપનીઓ દ્વારા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 157 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને હવે તેનાથી વધુ વધારો કરવામાં આવ્યો છે.

સપ્ટેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડા બાદ દિલ્હીમાં તેની કિંમત 1,522 રૂપિયા થઈ ગઈ છે. જો દિલ્હી સિવાયના મેટ્રોની વાત કરીએ તો 1 ઓક્ટોબર, 2023થી કોલકાતામાં 19 કિલોનો LPG સિલિન્ડર 1636 રૂપિયામાં નહીં મળે પરંતુ હવે 1839.50 રૂપિયામાં મળશે. મુંબઈમાં તેની કિંમત 1482 રૂપિયાથી વધીને 1684 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈમાં તે 1898 રૂપિયામાં મળશે.

30 ઓગસ્ટે જ સરકારે સામાન્ય લોકોને મોંઘવારીમાંથી મોટી રાહત આપતા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા થઈ ગઈ છે. અન્ય ઘણા શહેરોમાં સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી ગેસ સબસિડી પણ વધારીને 400 રૂપિયા કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને 703 રૂપિયા થઈ ગઈ છે.